________________
૪૧૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
दव्वामुत्तत्तणओ, नहं व निच्चो मओ स दव्वतया । सव्वगयत्तावत्ती मइ त्ति तं नाणुमाणाओ ॥१८४२॥ (द्रव्यामूर्तत्वतो नभ इव नित्यो मतः स द्रव्यतया । सर्वगतत्वापत्तिर्मतिरिति तन् नानुमानात् ॥)
ગાથાર્થ - તે મુક્તિગતાત્મા દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી આકાશની જેમ નિત્ય છે. દ્રવ્ય હોવાથી આત્માને સર્વગતત્વની આપત્તિ આવશે એમ ન કહેવું. કારણ કે તે વાત પ્રતિસ્પર્ધી અનુમાનથી બાધિત છે. ll૧૮૪૨
વિવેચન - મુક્તિગત આત્મા નિત્ય છે. અર્થાત્ ત્યાંથી ફરીથી સંસારમાં આવતા નથી. આ વાત એક અનુમાન દ્વારા સિદ્ધ કરે છે - મુક્તાત્મા નિત્ય = મોક્ષગત આત્મા નિત્ય છે (આ પ્રતિજ્ઞા જાણવી). દ્રવ્યત્વે સત્યમૂર્તિત્વીત્ = આત્મા એ દ્રવ્ય હોતે છતે અમૂર્તિ હોવાથી (આ હેતુ). યથા નમઃ કૃતિ દુષ્ટાત: જેમકે આકાશ (એ અન્વય ઉદાહરણ).
જે જે વસ્તુ દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોય છે તે તે નિયમા નિત્ય જ હોય છે, જેમકે આકાશ. તેમ આ મુક્તિગત આત્મા દ્રવ્ય પણ છે અને અમૂર્ત પણ છે. માટે અવશ્ય નિત્ય છે.
પ્રશ્ન - આ જ હેતુથી અને આ જ ઉદાહરણથી આત્માની સર્વ વ્યાપિતા પણ સિદ્ધ થઈ જશે. જૈનદર્શન પ્રમાણે મોક્ષગત આત્મા પોતાના ગત ભવના શરીરની અવગાહના કરતાં બે તૃતીયાંશ ભાગની અવગાહના વાળા જ હોય છે. એટલે કે દેશવ્યાપી જ હોય છે. પણ આ જ હેતુથી તે સર્વવ્યાપી છે આમ સિદ્ધ થશે. તે આ પ્રમાણે “મુક્તિગત આત્મા સર્વવ્યાપી છે. કારણ કે દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી, જેમકે આકાશ” જેમ આકાશ દ્રવ્ય પણ છે અને અમૂર્ત પણ છે. તેથી સર્વવ્યાપી છે. તેમ આ આત્મા દ્રવ્ય પણ છે. અને અમૂર્તિ પણ છે. તેથી સર્વવ્યાપી જ હોવો જોઈએ. આમ સિદ્ધ થશે. તેથી આત્માનો જે ધર્મ દેશવ્યાપી છે તેનાથી વિરુદ્ધ ધર્મની સિદ્ધિ થવાથી તમારો આ હેતુ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાશે.
ઉત્તર - તે આ તમારો પ્રશ્ન બરાબર નથી. કારણ કે આત્માનું સર્વવ્યાપીપણું પ્રતિસ્પર્ધી અનુમાન વડે બાબિત થાય છે. અર્થાત્ સર્વવ્યાપિત સાધનારું અનુમાન બાધિત હેત્વાભાસવાળું છે. કારણ કે જો સાધ્યનો અભાવ બીજાં પ્રમાણોથી સિદ્ધ થાય તો તેને બાધિત હેત્વાભાસ કહેવાય છે.