________________
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૮૩
ગાથાર્થ - મુક્તાત્માને પરમ સુખ છે. કારણ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો હોતે છતે મોહાદિજન્ય તમામ પીડાઓથી રહિત છે તેવા પ્રકારના મુનિની જેમ. જ્ઞાનનાં આવરણોનો અને પીડાઓના હેતુઓનો અભાવ હોવાથી આ જીવ જ્ઞાનધર્મવાળો અને અનાબાધસુખ ધર્મવાળો બને છે. ૧૯૯૨
ગણધરવાદ
વિવેચન - મોક્ષના આત્માને કૃત્રિમ નહીં એવું, મિથ્યા અભિમાનજન્ય નહીં એવું વાસ્તવિક પરમ ઉત્કૃષ્ટ સ્વાભાવિક સુખ હોય છે. મોક્ષના જીવોનું ચિદાનંદસ્વરૂપ આ સુખ ઈન્દ્રિયજન્ય વિષયસુખના અર્થી એવા ભોગી જીવો વડે ન સમજી શકાય તેવું છે. આ સુખને યોગી જીવો જ સમજી શકે છે અને માણી શકે છે. મોક્ષમાં જીવોને સ્વાભાવિક અનંત સુખ કેમ છે ? તો તેનું કારણ એ છે કે આ જીવોમાં ઉત્કૃષ્ટ જ્ઞાનદશા છે અને સર્વે પીડાનો અભાવ છે.
જન્મ-જરા-વ્યાધિ-મરણ-ઈષ્ટ વસ્તુનો વિયોગ, અનિષ્ટ વસ્તુનો સંયોગ, અરિતશોક-ક્ષુધા-પિપાસા-શીતતા-ઉષ્ણતા, કામ-ક્રોધ-મદ-શઠતા-તૃષ્ણા-રાગ-દ્વેષ-ચિત્તા-ઉત્સુકતા વગેરે ભાવો જીવને દુઃખ આપનાર હોવાથી પીડાઓ (આબાધા) કહેવાય છે. મોક્ષના જીવને ઉપરોક્ત એક પણ પીડા હોતી નથી. આમ સર્વે પણ આબાધાનો (પીડાઓનો) વિરહ હોવાથી અને ઉત્કૃષ્ટ જ્ઞાનદશા જાગૃત હોવાથી મોક્ષના જીવોને ઉત્કૃષ્ટ સુખ છે. જેમ તેવા પ્રકારના મુનિ મહાત્મા યોગીપુરુષને પરમસુખ હોય છે તેમ અહીં જાણવું.
**
મોક્ષના જીવોને અનંતસુખ છે. તેમાં ‘ઉત્કૃષ્ટજ્ઞાનવત્ત્વ સતિ આવાધારહિતત્વાત્’ ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા હોતે છતે સર્વ પીડા વિનાના છે. આમ બે પદનો હેતુ કહ્યો છે. જો ઉત્કૃષ્ટજ્ઞાનવત્ત્વ સતિ આ પદ ન લખે અને ‘‘આવાધારહિતત્વાત્'' આટલું એક પદ જ જો લખવામાં આવે તો કાષ્ઠાદિ અજીવ વસ્તુઓને પણ નિર્જીવ હોવાથી પીડાઓ હોતી નથી. તેથી તે કાષ્ઠાદિ પણ અનંત સુખવાળા થઈ જાય. તેનો વ્યવચ્છેદ કરવા માટે જ ‘“ઉત્કૃષ્ટજ્ઞાનવત્ત્વ સતિ’” લખવામાં આવ્યું છે. મોક્ષના જીવોને ઉત્કૃષ્ટ જ્ઞાન પણ છે અને સર્વે પીડાઓનો અભાવ પણ છે. માટે જ અનંતસુખ છે.
પ્રશ્ન - આ મોક્ષના જીવો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા અને સર્વ પીડા વિનાના છે. તો તે કયા કારણે આવા પ્રકારના છે ?
ઉત્તર - મોક્ષના જીવો અનંત જ્ઞાનવાળા અને સર્વ પીડા વિનાના છે. કારણ કે જ્ઞાન ઉપરનાં જે આવરણો છે તેનો મોક્ષના જીવોમાં અભાવ છે. તથા સર્વે પીડાઓનાં જે કારણો છે તેનો પણ મોક્ષના જીવોમાં અભાવ છે. આ રીતે આવરણોનો અને