________________
ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ
૫૯૧ ઈન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં પણ બોધ ન થતો હોવાથી, પાંચ બારીઓથી જાણનારા એવા દેવદત્તની જેમ આત્મા એ ઈન્દ્રિયોથી ભિન્ન છે. /૧૯૯૫-૧૯૯૬
વિવેચન - આ બન્ને ગાથાઓનો ભાવાર્થ ગાથા નંબર ૧૬૫૭ થી ૧૬૬૦માં આવી ગયા પ્રમાણે જાણવો. બન્ને ગાથાઓનો ભાવાર્થ એવો છે કે જેમ ઘટ-પટ આદિ દ્રવ્યો મૂર્તિમાન હોવાથી, અજીવ હોવાથી, પુદ્ગલ દ્રવ્ય હોવાથી જ્ઞાનવાળા પદાર્થો નથી, અર્થાત્ જડ વસ્તુઓ છે. તેવી જ રીતે સ્પર્શન-રસના-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર આ પાંચે ઈન્દ્રિયો પણ મૂર્તિ હોવાથી, અજીવ હોવાથી અને પૌગલિક હોવાથી જ્ઞાનવાળી નથી. અર્થાત્ ઈન્દ્રિયો પોતે જડ પદાર્થ છે. તેથી જ મડદામાં પાંચ ઈન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં જ્ઞાન થતું નથી. પરંતુ આત્માને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મા જ્ઞાનવાળો પદાર્થ છે અને આત્માને થતા જ્ઞાનમાં પાંચે ઈન્દ્રિયો દ્વારભૂત છે, સાધનભૂત છે. તે ઈન્દ્રિયો દ્વારા વિષયને જાણનારો આત્મા એ ઈન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે. ઈન્દ્રિયો એ સાધન છે. આત્મા એ સાધક છે અને જ્ઞાન એ સાધ્ય છે.
વળી ઈન્દ્રિયો દ્વારા પૂર્વકાલમાં વિષય જાણ્યો હોય અને પછી ધારો કે તે ઈન્દ્રિયોનો ઉપરમ થઈ ગયો (એટલે કે તે ઈન્દ્રિયો નાશ પામી ગઈ), તો પણ તે ઈન્દ્રિયો દ્વારા જાણેલા વિષયનું સ્મરણ થાય છે. માટે ઈન્દ્રિયો પોતે જાણનારી નથી. જો ઈન્દ્રિયો પોતે જાણનારી હોત તો ઈન્દ્રિયોની નિવૃત્તિ થયે છતે સ્મરણાત્મક જે જ્ઞાન થાય છે તે થવું જોઈએ નહીં. કોઈ માણસે ચક્ષુથી દેવદત્તને બરાબર જોયો, ત્યારબાદ ચક્ષુ બંધ થઈ ગઈ અથવા ચાલી ગઈ તો પણ તે ચક્ષુ દ્વારા પૂર્વે જોયેલ દેવદત્તનું સ્મરણ તો થાય છે. માટે દેવદત્તને જોનારી ચહ્યું નથી પણ ચક્ષુ દ્વારા જોનારો આત્મા છે.
તથા ઈન્દ્રિયોનો વ્યાપાર કરવા છતાં પણ તે તે વિષયનું જ્ઞાન નથી પણ થતું. જેમ જીવ ટેન્શનમાં હોય અથવા બીજે ચિત્ત હોય તો ઈન્દ્રિયનો પ્રયોગ કરવા છતાં પણ વિષય જણાતો નથી. માટે વિષયને જાણનાર ઈન્દ્રિયો નથી પરંતુ ઈન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા જ જાણનાર છે. જેમ જુદી જુદી પાંચ બારીઓથી બહાર ઉભેલી સ્ત્રી આદિને જોનારો દેવદત્ત તે બારીઓથી જુદો છે. તેમ અહીં પાંચ ઈન્દ્રિયો દ્વારા ઘટ-પટ આદિ વસ્તુઓને જાણનારો આત્મા પાંચ ઈન્દ્રિયોથી ભિન્ન છે. જો ઈન્દ્રિયો પોતે જ જાણનારી હોત તો ઈન્દ્રિયોનો જ્યાં વ્યાપાર હોય ત્યાં અવશ્ય બોધ થવો જોઈએ તથા
જ્યાં ઈન્દ્રિયોની નિવૃત્તિ થાય ત્યાં પૂર્વકાલમાં થયેલા જ્ઞાનની પણ નિવૃત્તિ થવી જોઈએ. ન ચૈતતિ = પરંતુ આમ થતું નથી, તેથી ઈન્દ્રિયો જ્ઞાન કરનારી નથી. પરંતુ ઈન્દ્રિયો