SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ પ૯૫ જરા પણ યુક્ત નથી. અજ્ઞાનીપણું થવાને બદલે જ્ઞાન ઉપરનાં સર્વે પણ આવરણોનો વિલય થવાથી તે જ્ઞાનાત્મક પ્રકાશ પ્રકર્ષપણાને પામે છે. અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાનદશા ખીલે છે. ૧૯૯૯ી. આમ હોતે છતે વાતનો સાર શું આવ્યો? તે કહે છે - एवं पगासमइओ जीवो, छिद्दावभासयत्ताओ । किंचिम्मेत्तं भासइ, छिद्दावरणप्पईवोव्व ॥२०००॥ सुबहुयरं वियाणइ मुत्तो, सव्वप्पिहाणविगमाओ । अवणीयघरोव्व नरो, विगयावरणप्पईवोव्व ॥२००१॥ ( एवं प्रकाशमयो जीवश्छिद्रावभासकत्वात् । किञ्चिन्मानं भासते छिद्रावरणप्रदीप इव ॥ सुबहुतरं विजानाति, मुक्तः सर्वपिधानविगमात् । अपनीतगृह इव नरो विगतावरणप्रदीप इव ॥) ગાથાર્થ - આ રીતે જીવ પોતે સ્વયં જ્ઞાનાત્મક છે, પ્રકાશમય જ છે. સંસારી અવસ્થામાં છિદ્રો દ્વારા કિંચિત્માત્ર પ્રકાશ પ્રગટે છે. જેમ છિદ્રોવાળા ઢાંકણયુક્ત દીપક. જ્યારે મુક્તાવસ્થામાં સર્વ આવરણ દૂર થવાથી અતિશય બહુ (સંપૂર્ણ) જાણે છે. જેમકે ઘરમાંથી બહાર આવેલા પુરુષની જેમ, અથવા ઢાંકણ દૂર કરેલા દીપકની જેમ. ૨૦૦૦-૨૦૦૧// વિવેચન - જેમ દીપક સ્વયં પોતે પ્રકાશમય છે. જ્યારે તેના ઉપર ઢાંકણ મુકવામાં આવે છે ત્યારે તે દીપક ઢાંકણમાં રહેલાં નાનાં નાનાં છિદ્રો દ્વારા અલ્પ-અલ્પતર પ્રકાશ કરે છે અને તે પ્રકાશ કિંચિત્માત્ર જ (અલ્પ જ) હોય છે. જ્યારે સર્વથા ઢાંકણ લઈ લેવામાં આવે છે ત્યારે તે જ દીપક સંપૂર્ણ પ્રકાશ આપે છે. વળી સૂર્ય જેમ સ્વયં પોતે પ્રકાશાત્મક છે છતાં તેના ઉપર જ્યારે વાદળનું આવરણ આવે છે. ત્યારે તે વાદળોના છિદ્ર દ્વારા અલ્પ પ્રકાશ આપે છે અને જ્યારે વાદળ સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે તે જ સૂર્ય સંપૂર્ણ પ્રકાશ આપે છે. તેની જેમ આ આત્મા જ્ઞાનાત્મક પ્રકાશમય જ છે. જ્ઞાનાત્મક-પ્રકાશમયતા એ આત્માનું સહજ-સ્વાભાવિક સ્વરૂપ છે. આ જીવ પ્રકાશમય જ છે. છતાં તેના ઉપર ઢાંકણતુલ્ય અથવા વાદળતુલ્ય જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy