________________
પ૯૪
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
વળી ક્યારે પણ નહીં જોયેલા અને નહીં સાંભળેલા એવા પણ ભાવોની તેવા પ્રકારના ક્ષયોપશમની પટુતાથી ક્યારેક ક્યારેક વ્યાખ્યાનાદિ અવસ્થામાં ચિત્તમાં ફુરણા થઈ આવે છે. આ બધી વાતો સ્વયં દરેકને અનુભવસિદ્ધ છે. તો પણ તમને પ્રશ્ન કેમ થાય છે ? આ એક આશ્ચર્ય છે. તથા તે આત્મા “પરના શરીરમાં પણ જ્ઞાનમય જીવ છે” આવું જાણી શકે છે, શેના આધારે જાણે છે? તો હિતકારી અનુકુળ પ્રસંગોમાં સામેનો જીવ પ્રવૃત્તિ કરતો દેખાય છે અને અહિતકારી પ્રતિકૂળ પ્રવૃત્તિમાં તે જીવ નિવૃત્તિ કરતો દેખાય છે. આ રીતે પ્રવૃત્તિ અને નિવૃત્તિના લિંગથી પરના શરીરમાં પણ જ્ઞાનાત્મક જીવ છે આમ સિદ્ધ થાય છે. ll૧૯૯૮)
ઉપર કહેલી વાતથી જીવ જ્ઞાનાત્મક છે આ સમજાય તેમ છે છતાં “મોક્ષમાં ગયેલો જીવ અજ્ઞાની છે” આ પ્રમાણે મુક્તાત્મામાં અજ્ઞાનિત્વનો આરોપ કરવો તે ઘણી જ વિપર્યાય છે. ઘણી વિપરીત બુદ્ધિ છે. તેનું કારણ સમજાવે છે -
सव्वावरणावगमे सो सुद्धयरो भवेज सूरोव्व । तम्मयभावाभावादण्णाणित्तं न जुत्तं से ॥१९९९॥ (सर्वावरणापगमे स शुद्धतरो भवेत् सूर्य इव । तन्मयभावाभावादज्ञानित्वं न युक्तं तस्य ॥)
ગાથાર્થ - સર્વ આવરણ દૂર થયે છતે તે આત્મા સૂર્યની જેમ વધારે વધારે શુદ્ધતર થાય છે. માટે “મુક્તિમાં જ્ઞાનમયતાનો અભાવ છે” આમ કહીને જે અજ્ઞાનિત્વ કહેવાય છે તે યુક્ત નથી. /૧૯૯૯ll
વિવેચન - સ્પર્શન આદિ ઈન્દ્રિયો વાળા જીવમાં અંશે અંશે આવરણનો ક્ષય થયે છતે તરતમતાવાળા (એટલે કે હીનાધિક અવસ્થાવાળા) જ્ઞાનાદિ ગુણયુક્ત જીવો પ્રત્યક્ષ દેખાય છે. તો પછી જે આત્મા અનિન્દ્રિય છે. એટલે કે શરીરરહિત, ઈન્દ્રિયરહિત અને સર્વ આવરણ રહિત છે. અર્થાત્ જેનાં સર્વે પણ આવરણો ક્ષય થયાં છે તે જીવ તો સર્વાવરણનો ક્ષય થવાથી વધારે ને વધારે શુદ્ધતર થાય છે. અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશયુક્ત બને છે. જેમ સમસ્ત વાદળનાં આવરણો દૂર થયે છતે સૂર્ય સંપૂર્ણપણે પ્રકાશમય રૂપે ચમકે છે. તેમ મુક્તાત્મા પણ સર્વ આવરણના ક્ષયથી પરિપૂર્ણ જ્ઞાનવાળાપણે ઝળકે છે.
આ કારણે મુક્તાવસ્થાના કાલે શરીર અને ઈન્દ્રિયોનો અભાવ થવાથી “તન્મયતાનો (એટલે કે મુક્તાત્મામાં જ્ઞાનમયતાનો - પ્રકાશવાળાપણાનો) અભાવ જે તમારા વડે કહેવાય છે અર્થાત્ અજ્ઞાનિત્વનો પ્રશ્ન કરાય છે તે સર્વથા વિરુદ્ધ છે. તમારો આ પ્રશ્ન