________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૭
બહુ પ્રકારના સંબંધોને લીધે બહુ પ્રકારના ઉત્પત્તિ અને નાશ સંભવે છે. તથા નક્કી તેટલી ધ્રુવતા પણ અવશ્ય સંભવે છે.
ગણધરવાદ
પ્રશ્ન - કેવલજ્ઞાન અને કેવલદર્શન તો પરિપૂર્ણ જ્ઞાન છે. ત્રણે કાલના સર્વભાવોને જાણે છે અને દેખે છે. પ્રથમસમયે જ સર્વ દ્રવ્યોના અતીત-વર્તમાન અને અનાગત એમ ત્રણે પ્રકારના સર્વ પર્યાયોને જાણી લીધા અને જોઈ લીધા. હવે કંઈ બાકી જ રહ્યું નથી. તો બીજા-ત્રીજા-ચોથા સમયે શું જાણે ? કે જેથી પર્યાય આશ્રયી ઉત્પાદ-વ્યય સમજાવો છો ?
ઉત્તર - કેવલજ્ઞાન પ્રથમસમયથી જ સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયોને અવશ્ય જાણે છે. પરંતુ તે તે સમયે તે તે પર્યાયો જેમ હોય છે તેમ જાણે છે. એટલે કે અતીતપર્યાયને અતીત સ્વરૂપે, વર્તમાનપર્યાયને વર્તમાનસ્વરૂપે, અને અનાગતપર્યાયને અનાગત સ્વરૂપે જાણે છે. પરંતુ જ્યારે બીજો સમય થાય છે ત્યારે અતીતપર્યાયો એકસમયાધિક અતીતપણે પરિણામ પામે છે. તેથી તેવા અતીતપણે બીજાસમયે જાણે છે તથા વર્તમાનપર્યાય જે હતા તે બીજા સમયે અતીતપણે પરિણામ પામે છે. તેથી પ્રથમસમયે વર્તમાનપર્યાયને જે આ કેવલી ભગવાન વર્તમાનપણે જાણતા હતા તે જ કેવલી ભગવાન તે જ પર્યાયને બીજા સમયે અતીતપણે જાણે છે. કારણ કે તે પર્યાય હવે અતીતરૂપે જ બન્યા છે અને આ પ્રથમ સમયના વર્તમાનપર્યાયને અતીતરૂપે બીજા આદિ સમયોમાં જ જાણી શકે છે. પ્રથમ સમયમાં વર્તમાન સ્વરૂપે જાણતા હોવા છતાં પણ અતીત સ્વરૂપે જાણતા નથી. કારણ કે પ્રથમસમયમાં તે પર્યાય અતીતરૂપે છે જ નહીં. તેવી રીતે જે જે અનાગત પર્યાયો છે તેમાંથી જે જે પર્યાયો જેમ જેમ વર્તમાન બનતા જાય છે તેમ તેમ તે પર્યાયોને ભાવિને બદલે વર્તમાનરૂપે જાણે છે અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે તે વર્તમાન પર્યાયોને અતીત સ્વરૂપે જાણે છે. આવું પરાવર્તન ચાલુ જ રહે છે. આમ જ્ઞેયના પરિવર્તનને અનુસારે કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે ઉપયોગ આશ્રયી ઉત્પાદ-વ્યયવાળું છે અને અનંતકાલ રહેનારું હોવાથી ધ્રુવ છે. ત્રિપદી સર્વત્ર અખંડ અને અબાધિત છે.
||૧૬૮૧૫
વાયુભૂતિ ફરીથી પરમાત્માને પ્રશ્ન કરે છે કે
सो जइ देहादन्नो, तो पविसंतो व निस्सरंतो वा । कीस न दीसइ गोयम ! दुविहाऽणुवलद्धिओ सा य ॥१६८२॥ असओ खरसंगस्स व, सओ वि दूराइभावओऽभिहिया । सुहुमामुत्तत्तणओ, कम्माणुगयस्स जीवस्स ॥ १६८३॥