________________
ગણધરવાદ
૨૨૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ જ નહીં. આમ માનવાથી આ સંસારમાં ઘણી જ અવ્યવસ્થા થાય. માટે પણ તે વાયુભૂતિ ! તમારે સમજવું જોઈએ કે શરીરથી ભિન્ન એવો આત્મા છે. ll૧૬૮૪ll
હે વાયુભૂતિ ! તમને પરસ્પર વિરુદ્ધ એવાં વેદોનાં પદોના શ્રવણ માત્રથી આ જીવ અને શરીર ભિન્ન છે કે અભિન્ન છે. એવો સંદેહ થયેલો છે. પરંતુ તે વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. તેથી તે વેદપદોના સાચા અર્થને તમે સાંભળો. આ પ્રમાણે વેદપદોના અર્થકથન દ્વારા વાયુભૂતિના સંદેહને દૂર કરતા ભગવાન જણાવે છે કે -
विण्णाणघणाईणं, वेयपयाणं तमत्थमविदंतो । देहाणण्णं मन्नसि, ताणं च पयाणमयमत्थो ॥१६८५॥ (विज्ञानघनादीनां वेदपदानां त्वमर्थमविदन् ।
હાર્ચ મચશે, તેષીઝ પાનામયમર્થ છે)
ગાથાર્થ - વિજ્ઞાન ન” ઈત્યાદિ વેદપદોના અર્થને ન જાણતા એવા તમે દેહથી આત્માને અભિન માનો છો. પરંતુ તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૬૮૫ll
વિવેચન - હે વાયુભૂતિ !“વિજ્ઞાનધન તેભ્યો ભૂતેશ્ય: સમુત્થાય તીજોવાનુભવનશ્યતિ, ન પ્રત્યજ્ઞ મતિ'' ઈત્યાદિ જે વેદવાક્યો છે તેના અર્થો તમે આત્માના નાસ્તિત્વમાં કરો છો અને “નિહોત્ર ગુહુયાત્ સ્વામ:' એ વેદપદોના અર્થો તમે આત્માના અસ્તિત્વમાં કરો છો. આમ પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં પદોના શ્રવણથી તમને શંકા થઈ છે કે શરીરથી ભિન્ન જીવ માનવો કે શરીર એ જ જીવ છે આમ માનવું. પરસ્પર વિરુદ્ધ અર્થવાળા પદોનું શ્રવણ એ જ આ શંકાનું મૂળ કારણ છે. પરંતુ “વિજ્ઞાનધન' ઈત્યાદિ જે પ્રથમ કહેલાં પદો છે. તેનો સાચો અર્થ તમે જાણતા નથી અને તમે જે અર્થ કરો છો તે મિથ્યા અર્થ છે.
વિજ્ઞાનયન” ઈત્યાદિ પદોનો અર્થ તમે આ પ્રમાણે કરો છો કે - વિજ્ઞાનઘન સ્વરૂપ એવો આ આત્મા પૃથ્વી આદિ પાંચ ભૂતોથી જ ઉત્પન થાય છે અને ઉત્પન્ન થઈને તેના વિલયની પાછળ આ આત્માનો પણ નાશ થાય છે. પરભવ-પૂર્વભવ જેવી કોઈ સંજ્ઞા નથી. આ પ્રમાણે તમારો કરેલો અર્થ છે. પરંતુ તે અર્થ સાચો નથી. તેનો સાચો અર્થ આ પ્રમાણે છે કે - વિજ્ઞાનના ઘન સ્વરૂપ આ આત્મા છે. તે પાંચભૂતોના બનેલા ઘટપટ આદિ શેય પદાર્થોને જાણવારૂપે તે તે વિષયના ઉપયોગ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. એટલે કે પરિણામ પામે છે અને તે તે વિષયનો ઉપયોગ સમાપ્ત થતાં તેવા તેવા ઉપયોગ સ્વરૂપે નાશ પામે છે. પરંતુ આત્મા સર્વથા નવો ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી અને ક્યારેય