________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૨૫
પણ નાશ પામતો નથી.) કોઈપણ નવા વિષયના ઉપયોગકાલમાં પૂર્વકાલના વિષયની જ્ઞાનસંજ્ઞા વિદ્યમાનપણે પ્રવર્તતી નથી. ઉપયોગધર્મને આશ્રયી આ આત્મા ઉત્પાદવિનાશશાલી છે. આવો સાચો અર્થ તમે જાણતા નથી. તેથી તમને આ શંકા થયેલી છે. આ વેદપદોના સાચા અર્થો ઈન્દ્રભૂતિ સાથેના વાદપ્રસંગે ગાથા નંબર ૧૫૮૮ થી ૧૬૦૩ માં વધારે ચર્ચેલા છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.
તથા પૂર્વે આવી ગયેલી ૧પ૬૭ મી ગાથામાં આ જ કારણથી કહ્યું હતું કે “શરીરાત્મકપણે બનેલો આ પાંચ ભૂતોનો જે સંઘાત છે તેનો કોઈક અવશ્ય કર્તા છે. કારણ કે તે વ્યવસ્થિતપણે ગોઠવાયેલા સ્વરૂપે પ્રતિનિયત આકારવાળો સંઘાત છે. તેથી ઘડાની જેમ તેનો કોઈક કર્યા છે જે તે સંઘાતનો કર્તા છે. તે જ ભૂતાત્મકશરીરથી ભિન્ન એવો જીવ છે. આવા પ્રકારનાં અનેક અનુમાનોથી પણ શરીરથી અતિરિક્ત એવા જીવની સિદ્ધિ પૂર્વે કરેલી છે તથા પાંચ ભૂતોના બનેલા શરીરથી આત્મા એ ભિન્ન દ્રવ્ય છે. આવું સમજાવનારાં વેદનાં પદો તમને પણ કંઠસ્થ છે તે આ પ્રમાણે -
"सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो विशुद्धो, यं पश्यन्ति धीरा यतयः संयतात्मानः" इत्यादि
નિત્ય જ્ઞાનમય અને વિશુદ્ધ એવો આ આત્મા સત્ય વડે, તપ વડે અને બ્રહ્મચર્ય વડે પ્રાપ્ત કરવા લાયક છે. સંયમી છે આત્મા જેનો એવા ધીર સંયમીપુરુષો જે આત્માને જોઈ શકે છે. આ પાઠ ભૂતોથી ભિન્ન આત્મા છે. આમ સ્પષ્ટ સિદ્ધ કરે છે.
આ પ્રમાણે તે વાયુભૂતિ ! સર્વે પણ વેદોનાં પદો પાંચ ભૂતોના બનેલા શરીરથી આ આત્મતત્ત્વને ભિન્ન જ સિદ્ધ કરે છે. આ કારણે ભેદપ્રતિપાદક વેદવાક્યોથી પણ ભૂતોથી અતિરિક્ત જીવ છે એમ તમે સ્વીકાર કરો. ll૧૬૮પા
આ પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે વાયુભૂતિનો સંશય છેદાયે છતે વાયુભૂતિએ શું કર્યું? તે હવે કહે છે.
छिन्नम्मि संसयम्मि, जिणेणं जरामरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१६८६॥ (छिन्ने संशये, जिनेन जरामरणविप्रमुक्तेन । स श्रमणः प्रव्रजितः, पञ्चभिस्सह खण्डिकशतैः ॥)