________________
૨૨૬
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ ગાથાર્થ – જરા અને મરણથી મુક્ત બનેલા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે વાયુભૂતિનો સંશય છેદાયે છતે પાંચસો શિષ્યો સાથે તે શ્રમણ દીક્ષિત થયા. //૧૬૮૬ //
- વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની તર્કયુક્ત અમૃતવાણી સાંભળીને વાયુભૂતિનો સંશય છેદાયો. પરમાત્માનો આ ચરમ ભવ છે. એટલે જરા (ઘડપણ) અને મરણ (મૃત્યુ) હજુ આવવાનું તો છે જ. પરંતુ ત્યારબાદ ક્યારેય પણ જરા-મરણ આવવાનાં નથી. ફક્ત આ ભવસંબંધી એક જ વાર આવવાનાં હોવાથી અને તે પણ કેવલપરમાત્મા હોવાથી રતિ-અરતિ વિનાના હોવાના કારણે સમાધિમરણ પામવાના હોવાથી તેની વિરક્ષા કરવામાં આવી નથી. તેથી મૂલગાથામાં જરા-મરણથી મુકાયેલા એવો પાઠ છે.
તથા ભગવાનની વાણી સાંભળીને શ્રમણ એવા વાયુભૂતિ દીક્ષિત થયા. આ વાક્ય પણ નિશ્ચયનયની દૃષ્ટિએ કહેલ છે. કારણ કે પ્રથમથી જો શ્રમણ જ હોય તો દીક્ષિત થયેલા જ હતા, તેઓને દીક્ષા લેવાની રહેતી જ નથી. તેથી વ્યવહારનયથી અદીક્ષિત હોય તે જ દીક્ષા લે છે. પરંતુ નિશ્ચયનયથી જ્યાં સુધી આ જીવ અદીક્ષિત છે ત્યાં સુધી દીક્ષા લેતો નથી અને જે સમયે દીક્ષા લે છે તે સમયે તે દીક્ષિત બનેલો હોવાથી શ્રમણ કહેવાય છે. તેથી દીક્ષિત થયેલા અર્થાત્ શ્રમણ થયેલા એવા તે દીક્ષા લે છે આમ કહેવાય છે. વ્યવહારનય કારણ અને કાર્યનો ભેદ સ્વીકારે છે. નિશ્ચયનય કારણ અને કાર્યનો અભેદ સ્વીકારે છે. આ વિષયમાં વિવક્ષાની જ પ્રધાનતા જાણવી. આ પ્રમાણે ત્રીજા વાયુભૂતિ ગણધરની વાદચર્ચા સમાપ્ત થઈ. ll૧૬૮૬ll.
ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિનો વાદ સમાપ્ત થયો.
Printed & Composed By BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com