________________
II વ્યક્ત નામના ચોથા ગણધર II હવે વ્યક્ત નામના ચોથા ગણધરનો વાર્તાલાપ સમજાવે છે - ते पव्वइए सोउं, वियत्तु आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१६८७॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, व्यक्त आगच्छति जिनसकाशम् । ત્રનામિ વન્યૂ, વન્તિવી પર્યુષારે )
ગાથાર્થ - તે ત્રણે ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને વ્યક્ત નામના ચોથા પંડિત બ્રાહ્મણ જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે. મનમાં વિચારે છે કે હું પણ ત્યાં જાઉં, વન્દન કરું અને વંદન કરીને સેવા કરું. /૧૬૮૭ll
વિવેચન - ઈન્દ્રભૂતિ-અગ્નિભૂતિ અને વાયુભૂતિ એમ ત્રણે ભાઈઓ કે જેઓ મહાવિદ્વાન હતા. વાદવિવાદમાં બલવાન યોદ્ધા જેવા હતા. કોઈથી પરાભવ ન પામે તેવા હતા. તેઓ પણ જેઓની પાસે હારી ગયા તથા હારી ગયા એટલું જ નહીં પરંતુ તેઓના શિષ્ય બની ગયા, તેમની પાસે પ્રવ્રજ્યા લીધી. માટે અવશ્ય આ સાચા સર્વજ્ઞ જ છે. જૈનોના ચોવીસમા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામી જ છે. હું પણ જલ્દી જલ્દી જાઉં. તેઓને વંદન કરું અને વંદન કરીને તેઓની સેવા કરું. આવા પ્રકારના વિચારો કરીને વ્યક્ત નામના દ્વિજોપાધ્યાય પોતાના સ્થાનથી નીકળ્યા અને પરમાત્માની પાસે આવ્યા, ત્યારબાદ ભગવાને શું કર્યું, તે હવે પછીની ગાથામાં જણાવે છે. ૧૬૮૭ll
आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१६८८॥ (आभाषितश्च जिनेन, जातिजरामरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च, सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત થયેલા, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વર શ્રી મહાવીર પ્રભુ વડે નામ અને ગોત્રપૂર્વક તે વ્યક્ત પંડિતને બોલાવાયા. l/૧૬૮૮ll