SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ગણધર - વાયુભૂતિ ૨૨૩ ઉત્તર અનેક અનુમાનો દ્વારા તે આત્માનું અસ્તિત્વ ઈન્દ્રભૂતિ સાથેના અને હમણાં જ વાયુભૂતિ સાથેના વાદમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. માટે આત્મા સત્ છે અસત્ નથી. ફક્ત અમૂર્ત હોવાથી અને તેની સાથેનું તૈજસ-કાર્યણશરીર સૂક્ષ્મ હોવાથી તેની અનુપલબ્ધિ છે. તેથી તેની ઉપલબ્ધિ થતી નથી. અહીં સત્ની જ અનુપલબ્ધિ જાણવી. ૧૬૮૨-૧૬૮૩૦ ગણધરવાદ - વેદમાં કહેલાં પદો દ્વારા પણ દેહથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ કરે છે देहाणणे व जिए, जमग्गिहोत्ताइं सग्गकामस्स । वेयविहियं विहरणइ, दाणाइफलं च लोयम्मि ॥१६८४ ॥ ( देहानन्ये वा जीवे यदग्निहोत्रादि स्वर्गकामस्य । वेदविहितं विहन्यते, दानादिफलं च लोके ॥ ) ગાથાર્થ - જો જીવને દેહથી અભિન્ન માનીએ એટલે કે શરીર એ જ જીવ છે આમ માનીએ તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવાનું જે કહ્યું છે તે અને લોકમાં દાનાદિ જે ધર્માનુષ્ઠાનો થાય છે તેનું ફળ આ બન્ને વસ્તુઓ ઘટશે નહીં, નિષ્ફળ થશે. ||૧૬૮૪॥ વિવેચન - વેદમાં કહેલાં કેટલાક પદોથી પણ શરીરથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થાય છે. તે જણાવતાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કહે છે કે જો આ જીવદ્રવ્ય દેહથી ભિન્ન ન જ હોય અને દેહ એ જ જીવ હોય તો સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા જોઈએ આવું જે વેદશાસ્ત્રમાં વિધાન છે તે ઘટશે નહીં. કારણ કે દેહ એ જ જો જીવ હોય તો દેહનો તો અહીં જ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એટલે દેહ તો બળીને રાખ થઈ જાય છે અને દેહથી ભિન્ન જીવ જો ન હોય તો અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા દ્વારા સ્વર્ગમાં જશે કોણ ? સ્વર્ગનાં ફળ ભોગવશે કોણ ? સ્વર્ગમાં જનાર કોઈ રહ્યું જ નહીં. તેથી વેદપદોનું વિધાન વ્યર્થ થશે. તથા આ લોકમાં દાન-પરોપકાર લોકસેવા આદિ વ્યાવહારિક એવાં ધર્મનાં જે જે કાર્યો કરવા-કરાવવામાં આવે છે તેના ફળને ભોગવનારો કોઈ જ નહીં હોવાથી તે અનુષ્ઠાનો પણ નિષ્ફળ જશે. દાનાદિ ધર્મક્રિયાનું ફળ કોને પ્રાપ્ત થશે ? દાનાદિ કરો કે હિંસાદિ પાપકાર્યો કરો, તેનું કંઈ ફળ રહેશે નહીં અને જો આમ જ હોય તો આ જગતમાં પાપ-પુણ્યની વ્યવસ્થા જ રહેશે નહીં. દાનાદિ કરો કે હિંસાદિ કરો પાછળ કંઈ ફળ છે
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy