________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ છે. તો પણ તે દેખાતાં નથી. તેનું કારણ તે મૂળીયાં વગેરે ઉપરની જે ભૂમિ છે તેની ખનનાદિ ક્રિયા ન કરવાથી માટીથી ઢંકાયેલાં છે. માટે તે મૂળીયાં દેખાતાં નથી. અહીં ખનન આદિની અક્રિયા કારણ છે.
(૧૯) મનધામ = અભ્યાસ ન કરવાથી ન જણાય. જેમકે કોઈપણ શાસ્ત્રોના અર્થો તે તે શાસ્ત્રોમાં તો છે જ. પરંતુ તે અર્થો ભણવાનો અભ્યાસ ન કરવામાં આવે, ગુરુગમ દ્વારા સાંભળવામાં ન આવે તો તેમાં રહેલા છતા અર્થો પણ દેખાતા નથી, સમજાતા નથી.
(૨૦) વિખર્ષ = જે વસ્તુઓ કાલથી ઘણી જ દૂર હોય, તો તે વસ્તુ સંસારમાં હોવા છતાં દેખાતી નથી. જેમકે ભૂતકાળમાં થયેલા ઋષભદેવ, અજિતનાથ પ્રભુ વગેરે તીર્થકર ભગવન્તો તથા ભાવિમાં થનારા પદ્મનાભાદિ તીર્થકર ભગવંતો કાલથી ઘણા દૂર છે. માટે દેખાતા નથી.
(૨૧) સ્વભાવવિખર્ષ = જે વસ્તુ સ્વભાવથી જ દેખાવાને યોગ્ય ન હોય, અદેશ્ય જ હોય તેવી વસ્તુ સંસારમાં હોવા છતાં પણ દેખાતી નથી. જેમકે આકાશદ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, પિશાચ, ભૂત, વગેરે વ્યંતરાદિ દેવો.
આ સંસારમાં જે વસ્તુ વિદ્યમાન હોય છતાં ચક્ષુથી ન દેખાય, તેનાં એકવીસ કારણો છે. તેમાંથી શરીરમાં પ્રવેશ કરતો અને નીકળતો આત્મા સત્ છે અને તે પણ તૈજસ-કાર્પણ શરીર સાથે છે. અર્થાત્ સૂક્ષ્મ શરીરોથી સશરીરી છે. છતાં જે નથી દેખાતો તેનું કારણ એ છે કે આત્મા અમૂર્તિ છે. માટે એકવીસમા કારણથી દેખાતો નથી. અને તેની સાથેનું તૈજસ-કાશ્મણ જે શરીર છે તે અતિશય સૂક્ષ્મ છે. માટે અતિસૌમ્ય નામના ત્રીજા કારણથી દેખાતું નથી. આ રીતે આત્મા અમૂર્ત હોવાથી અને તૈજસ-કાશ્મણ શરીર અતિશય સૂક્ષ્મ હોવાથી-હોવા છતાં પણ તે જણાતાં નથી. પરંતુ તે આત્મા અને તૈજસ કાર્મણ શરીર ખરફ્રંગ અને આકાશપુષ્પાદિની જેમ અસત્ છે માટે નથી દેખાતાં એમ નથી. સત્ છે પણ અમૂર્ત અને સૂક્ષ્મ હોવાથી દેખાતાં નથી.
પ્રશ્ન – જે અસત્ હોય છે તેની પણ ખરશૃંગાદિની જેમ અનુપલબ્ધિ હોય છે અને જે સત્ હોય છે તેની પણ ઉપરોક્ત ૨૧ કારણોથી અનુપલબ્ધિ હોય છે. ત્યાં આત્મદ્રવ્યની જે અનુપલબ્ધિ છે. તે અસત્ હોવાથી પ્રથમ નંબરની અનુપલબ્ધિ નથી. પરંતુ સત્ છે છતાં ૨૧ કારણોમાંના એકવીસમા કારણથી જ અનુપલબ્ધિ છે. આવો નિર્ણય કોનાથી શાના આધારે કરવો ? ખરશ્ચંગની જેમ અસત્ છે માટે અનુપલબ્ધિ છે. આમ કેમ ન કહેવાય?