________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૨૧ દૂધનું માપ જાણવું હોય કે આ ગાય વગેરે કેટલું દૂધ આપતી હશે ? તેમાં તેના માથા ઉપરનાં શિંગડા જોઈને દૂધનું માપ જાણવા પ્રયત્ન કરીએ તો તે ન જાણી શકાય. શિંગડાં જેનાં લાંબાં હોય તેનું દૂધ ઘણું હોય, શિંગડાં જેનાં ટુંકાં હોય તેનું દૂધ અલ્પ હોય. આમ દૂધના માપને જાણવામાં શિંગડાનું માપ એ અનુપાય છે. તેથી છતું એવું પણ દૂધનું માપ જાણી શકાતું નથી.
(૧૩) વિસ્મરણ થવાથી પણ છતી વસ્તુ જાણી શકાતી નથી. જેમકે પૂર્વે જોયેલીજાણેલી વસ્તુનું વિસ્મરણ થઈ ગયું. કોઈ પુરુષનો આપણને ભૂતકાળમાં પરિચય થયેલો પણ તે કાલાન્તરે ભૂલી જવાયો. ત્યારબાદ તે વ્યક્તિ આંખ સામે આવે તો પણ વિસ્મરણશીલતાના કારણે તે વ્યક્તિ ઓળખાતી નથી. યાદ આવતી નથી.
(૧૪) દુષ્ટ ઉપદેશથી (ખોટી શિખામણથી) પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે સુવર્ણનો જ ટુકડો હોય પણ જે જે લોકોને બતાવીએ તે તે લોકો સર્વે (પોતાની અજ્ઞાનતાથી) આ તો પિત્તળ છે, પિત્તળ છે આમ જ કહે. એટલે આપણે પણ માની લઈએ કે ખરેખર આ પિત્તળ જ છે. અહીં સુવર્ણ હોવા છતાં લોકોના ખોટા ઉપદેશથી છતું સુવર્ણ પણ જણાતું નથી. કલર, ડીઝાઈન, મુલાયમતા વગેરે બરાબર જોઈ. તપાસીને પસંદ કરીને લાવેલી સાડી પણ લોકોને દેખાડતાં લોકો કહે કે આ કલર બરાબર નથી. આ ડીઝાઈન બરાબર નથી. એમ ઘણાના કહેવાથી સાડીમાં રહેલું સારાપણું છતું હોવા છતાં દેખાતું નથી અને મન ઉતરી જાય છે. સાડી પાછી આપવાનું મન થાય છે.
(૧૫) મૂઢતા-અજ્ઞાનતા-વિપરીત બોધથી પણ સાચું તત્ત્વ જેમ હોય છે તેમ દેખાતું નથી. સમજાતું નથી. જેમકે જીવ-અજીવ-પુણ્ય-પાપ આશ્રવ-બંધ-સંવર-નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. પરંતુ વિપરીત દર્શનવાળાં શાસ્ત્રોના અભ્યાસથી મૂઢતાના કારણે સત્ય સ્વરૂપ દેખાતું નથી.
(૧૬) વિપત્તિ વર્ણન ચેષાં તે = જેને ચક્ષુથી જોવાની શક્તિ ચાલી ગઈ છે તે વિદર્શન. ચક્ષુની દૃષ્ટિ વિનાના જીવો, સર્વથા આંખે અંધ બનેલા આત્માઓ સામે છતી ઘટ-પટ આદિ વસ્તુઓ જોઈ શકતા નથી. આ વિષયમાં વિદર્શન–-અંધત્વ કારણ છે.
(૧૭) વાર્થવિિવરત્ = વૃદ્ધાવસ્થાના કારણે શરીર, ઈન્દ્રિયો અને સ્મરણશક્તિ વગેરે મંદ પડવાથી અને ચક્ષુ આદિમાં વિકારવિશેષ થવાથી છતી વસ્તુ દેખાતી નથી. ભલે પૂર્વે જોયેલી હોય, ફરીથી તે વસ્તુ સામે આવે તો પણ જાણી શકાતી નથી.
(૧૮) બ્રિયતઃ = ભૂમિની અંદર રહેલાં વૃક્ષાદિનાં જે મૂળીયાં વગેરે છે તે સત્