________________
૨૨૦
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ બહેરાશવાળાને છતો શબ્દ સંભળાતો નથી. કાચી આંખવાળાને છતી વસ્તુ બરાબર દેખાતી નથી. ઈત્યાદિમાં ઈન્દ્રિયની અપટુતા કારણ છે.
(૬) મતિની મદતાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે શાસ્ત્રોના સૂક્ષ્મ એવા જે અર્થો છે તે અર્થવિશેષો છે તો ખરા જ. પરંતુ સમજનારની એટલી બુદ્ધિ ન હોય તો મતિની મંદતાથી છતા એવા પણ સૂક્ષ્મ અર્થો જણાતા નથી.
(૭) કેટલીક વસ્તુઓ જોવાને માટે અશક્ય હોય છે. તેથી તે વસ્તુઓ હોવા છતાં પણ જોઈ શકાતી નથી. જેમકે દરેક માણસોને પોતાના કાન, કંઠભાગ, મસ્તક અને પાછલી પીઠ વગેરે શરીરના ભાગો શરીરમાં છે છતાં પણ તે વિવક્ષિત માણસને દેખાવાનું અશક્ય હોવાથી જોઈ શકાતા નથી.
(૮) આવરણ આવવાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે કોઈ પુરુષની બને આંખો, બીજા કોઈ પુરુષ વડે બન્ને હાથની આંગળીઓ દ્વારા ઢાંકી દેવામાં આવી હોય તો અથવા આંખના આડો પાટો હોય તો અથવા ભીત આદિનું આવરણ હોય તો સામે રહેલી વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ આવરણ-આવવાના કારણે દેખાતી નથી.
(૯) એક વસ્તુના તેજમાં બીજી વસ્તુનો પરાભવ થઈ જવાથી પણ છતી વસ્તુ દેખાતી નથી. જેમકે સૂર્ય જ્યારે ચોતરફ પ્રકાશમાન હોય, ત્યારે આકાશમાં તારાઓ છે છતાં સૂર્યના પ્રકાશથી પરાભવ પામ્યા છે માટે દેખાતા નથી. તથા સામેથી આવતી ગાડીઓની લાઈટોથી આંખો પરાભવ પામે છે ત્યારે છતી વસ્તુ દેખાતી નથી.
(૧૦) સરખે સરખી સમાન વસ્તુ મળવાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે કોઈ એક પુરુષ પોતાના હાથમાં અડદાદિ કોઈ ધાન્ય પસલી પ્રમાણ લે. તેને ધારી ધારીને
એ, ત્યારબાદ હજારો કીલોના અડદાદિના સમાન ઢગલામાં તે અડદ નાખી દેવામાં આવે, મિક્ષ કરવામાં આવે, તો હથેળીના અડદ અને પૂર્વે કરેલા ઢગલાના અડદ સમાન હોવાથી તેમાં ભળી જવાથી જુદા જણાતા નથી. તેમાં સમાનતા એ કારણ છે.
(૧૧) અનુપયોગદશાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે રૂપ જોવામાં લયલીન બનેલાને શેષ ઈન્દ્રિયોના વિષયો તે કાલે જણાતા નથી. કારણ કે તે કાલે જીવન ઉપયોગ માત્ર રૂપ જોવામાં જ હોય છે. શેષ વિષયોમાં ઉપયોગ નથી. માટે જણાતા નથી.
(૧૨) અનુપાયથી પણ વસ્તુ જાણી શકાતી નથી. જેમકે જે વસ્તુ જાણવાનો જે ઉપાય ન હોય, તે ઉપાયથી તે વસ્તુ જણાતી નથી. જેમકે કોઈ ગાય-ભેંશ કે બકરીના