________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૯ (૨) બીજી અનુપલબ્ધિ સત્ વસ્તુની જાણવી. જે વસ્તુ સત્ છે, સંસારમાં વિદ્યમાન છે. છતાં દૂરાદિ ભાવોથી (૨૧ કારણોથી) છતી વસ્તુ પણ દેખાતી નથી. આ બીજી અનુપલબ્ધિ સમજવી. દૂરાદિ એકવીસ કારણોસર વિદ્યમાન વસ્તુ પણ છઘસ્થ જીવોને દેખાતી નથી તે ૨૧ કારણો આ પ્રમાણે છે.
(૧) વસ્તુનું અતિશય દૂર હોવું, (૨) વસ્તુનું અતિશય નિકટ હોવું, (૩) અતિશય સૂક્ષ્મ હોવું, (૪) મનની અસ્થિરતા, (૫) ઈન્દ્રિયોની ખોડખાંપણ, (૬) બુદ્ધિની હીનતા, (૭) અશક્યતા, (૮) આવરણનું હોવું, (૯) પરાભવ થવો, (૧૦) સામાન્ય, (૧૧) અનુપયોગદશા, (૧૨) અનુપાય, (૧૩) વિસ્મરણ, (૧૪) ખોટો ઉપદેશ, (૧૫) મોહાલ્પતા, (૧૬) વિદર્શન = દર્શનશક્તિનો અભાવ, (૧૭) વિકાર, (૧૮) અક્રિયા, (૧૯) અનધિગમ, (૨૦) ઘણો કાલ દૂર હોવાથી = કાલવિપ્રકર્ષ, (૨૧) સ્વભાવવિપ્રકર્ષ. આ પ્રમાણે ઉપરોક્ત એકવીસ કારણોથી છતી વસ્તુ પણ જણાતી નથી. તે એકવીસે કારણોની ઉદાહરણ સાથે કંઈક વધારે સમજ આ પ્રમાણે છે.
(૧) વસ્તુ અતિશય દૂર હોય તો તે વસ્તુ સંસારમાં હોવા છતાં અતિદૂતાના કારણે જણાતી નથી. જેમકે સ્વર્ગ-નરક, મુંબઈમાં રહેલાને કલકત્તા અને કલકત્તામાં રહેલાને મુંબઈ દેખાતું નથી. ત્યાં અતિદૂરતા કારણ જાણવું.
(૨) વસ્તુ અતિશય નજીક હોય તો તે વસ્તુ પણ સંસારમાં હોવા છતાં અતિશય નિકટતાના કારણે જણાતી નથી. જેમકે આંખમાં રહેલો મોતીયો-ઝામર આદિ રોગો, પાંપણ વગેરે. આ વસ્તુઓ આંખમાં છે છતાં પણ જે જણાતી નથી, તેમાં અતિશય નિકટતા = અતિશય સમીપપણું - એ ન દેખાવામાં કારણ જાણવું.
(૩) વસ્તુ અતિશય સૂમ હોય તો તે વસ્તુ સંસારમાં હોવા છતાં પણ સૂક્ષ્મતાના કારણે જણાતી નથી. જેમકે પરમાણુ, ચણુક, ચણુકાદિ પુદ્ગલના સૂક્ષ્મસ્કંધો, આવા પ્રકારનાં પુદ્ગલો અને પુગલના સ્કંધો સંસારમાં છે જ, છતાં પણ અતિશય સૂક્ષ્મ હોવાથી તે દેખાતા નથી.
(૪) મનની અસ્થિરતા, મનની ચંચલતાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે ઘણી ઉપાધિઓના કારણે જેની માનસિક શક્તિ નાશ પામી ગઈ છે તેવો ચિંતાતુર આત્મા મનની અસ્થિરતાના કારણે સામે આવતી-જતી વસ્તુઓને દેખી શકતો નથી.
(૫) ઈન્દ્રિયોની અપટુતાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે કંઈક