________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
૪૫૨
...452
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ
ગાથાર્થ - નગરની માફક આ તો આલયમાત્ર જ છે. આવી તમારી મતિ કદાચ થાય તો પણ તેની અંદર વસનારા જે સિદ્ધ થાય છે તે દેવો છે. એમ શાસ્ત્રોમાં માનેલું છે. જે જે આવાસ હોય છે તે નિત્ય શૂન્ય હોતા નથી. ૧૮૭૧
વિવેચન - ઉપરની ગાથામાં જે ચંદ્ર-સૂર્ય આદિ દેવોની સિદ્ધિ કરવામાં આવી છે તે વિષયમાં પ્રશ્નોત્તરી જણાવે છે -
મૌર્યપંડિત - હે ભગવાન્ ! આકાશમાં જે ચંદ્ર-સૂર્ય વગેરે દેખાય છે તે તો આલયમાત્ર છે. અર્થાત્ ચંદ્ર-સૂર્યાદિના વિમાનો છે (ઘરો છે) પણ દેવો નથી. આકાશમાં જે કંઈ દેખાય છે તે વિમાનો જ દેખાય છે, દેવો દેખાતા નથી. તેથી દેવોની પ્રત્યક્ષપણે સિદ્ધિ કેમ કહેવાય ? જેમ દૂર-દૂરથી કોઈ નગર દેખાય પણ કોઈ લોકો ત્યાં વસતા ન હોય તેની જેમ અહીં સમજવું. એટલે કે જેમ શૂન્ય એવું નગર હોય તે તો લોકોનું આલયમાત્ર છે. તેનાથી લોકો સિદ્ધ નથી. એમ ચંદ્ર-સૂર્ય વગેરેનાં જે વિમાનો દેખાય છે તે આલયમાત્ર જ છે પરંતુ તે કંઈ દેવો નથી. તેથી દેવોનું પ્રત્યક્ષત્વ કેમ કહેવાય ?
ભગવાન - હે મૌર્યપંડિત ! નગરની જેમ તમને આલય તો દેખાય જ છે. તે આલયમાં વસનારા જે છે તે જ દેવો માનેલા છે. આ સંસારમાં જે જે આલય સ્થાન હોય છે તે તે સર્વે પણ તેમાં રહેનારા જીવોથી યુક્ત જ હોય છે. જેમકે દેવદત્તાદિ મનુષ્યોથી યુક્ત એવાં વસંતપુર વગેરે આલયસ્થાનો તેની જેમ જ્યોતિષ્કનાં વિમાનો પણ આલય છે. તેથી તેમાં રહેનારા કોઈક દેવો હોવા જ જોઈએ, અન્યથા = જો અંદર દેવો ન હોય તો આલયને આલય જ ન કહેવાય. જો નગરમાં મનુષ્યોનો વસવાટ ન હોય તો તે નગરને નગર જ ન કહેવાય. તેથી આ આલયમાં રહેનારા જે છે તેને જ્યોતિષ્ક દેવ માનેલા છે તેથી જ્યોતિષ્ક દેવો છે જ.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! તે વિમાનોમાં જે વસતા હોય તેને દેવ કહેવાય એમ કેમ બને ? કારણ કે નગરનું ઉદાહરણ આપીને વિમાનોમાં દેવો છે એમ આપ સમજાવો છો. તેથી નગર-ગામ-પાટણ વગેરે સ્થાનોમાં દેવદત્ત-યજ્ઞદત્ત-ચૈત્ર-ચૈત્ર વગેરે માનવો જેવા હોય છે. તેવા જ (માનવ) જીવો તે સ્થાનમાં હશે એવું કેમ ન બને ? તે આલયસ્થાનોમાં દેવો જ હશે ? તેની શું ખાત્રી ? અર્થાત્ નગરની જેમ તેમાં પણ મનુષ્યો જ હોય એવું પણ કાં ન બને.
ભગવાન - દેવદત્તાદિ મનુષ્યોને રહેવાનાં જે નગર-ગામ-પાટણ આદિ સ્થાનો હોય છે. તેના કરતાં ચંદ્રાદિનાં આલયસ્થાનો અતિશય વિશિષ્ટ છે. એટલે કે ભિન્ન જાતિનાં