________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.451
ગણધરવાદ સાતમા ગણધર - મૌર્ય
૪૫૧ મૌર્ય – આજે તો આપના સમવસરણમાં આવેલા દેવોને સાક્ષાત્ જોયા છે. એટલે હવે શંકા રહેતી નથી. પરંતુ આ દેવોને જોયા, તેના પૂર્વકાલમાં મને સંશય હતો. પૂર્વકાલમાં તો કોઈ દેવને જોયા ન હોવાથી હે ભગવાન્ ! સંશય બરાબર યોગ્ય જ હતો ને ?
- ભગવાન – અહીં સમવસરણમાં આવેલા દેવોના પ્રત્યક્ષ દર્શન પહેલાં પણ તમને તથા તમારા જેવા જે કોઈ અન્ય પુરુષોને આ દેવસંબંધી સંશય હતો તે યોગ્ય ન હતો. કારણ કે ચંદ્ર-સૂર્ય (ગ્રહ-નક્ષત્ર-તારા) વગેરે જ્યોતિષ્ક દેવો તો તમારા વડે અને દુનિયાના સર્વ લોકો વડે પોતાની નજરે પ્રત્યક્ષથી સંપૂર્ણપણે દેખાય છે. આ રીતે ચારે નિકાયના દેવોમાંથી એક જ્યોતિષ્ફનિકાયના દેવો પ્રત્યક્ષ દેખાતા હોવાથી વસ્તુનો એક ભાગ (દેશભાગ) પ્રત્યક્ષ થવાથી સર્વે પણ દેવોના અસ્તિત્વની શંકા કેમ કરી શકાય ? ઉલટું એકભાગ પ્રત્યક્ષ થવાથી બીજા પણ ન દેખાતા દેવો સંસારમાં હશે જ એમ અનુમાન કરવું જોઈએ.
તથા “અનુમાન” પ્રમાણથી પણ દેવોની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે - “સત્યે તેવી:, નોલી તકતીનુદોપથતિનાત્ ” આ સંસારમાં (સંસારી) દેવો છે જ. (આ પ્રતિજ્ઞા થઈ). કારણ કે તે દેવો વડે લોકોને કરાયેલા અનુગ્રહ (લાભ) અને ઉપઘાત (નુકશાન) દેખાય છે (આ હેતુ છે). જ્યાં જ્યાં લોકોને અનુગ્રહ અને ઉપઘાત થતા હોય છે ત્યાં ત્યાં કોઈક તેના કર્તા જરૂર હોય છે. (આ અન્વય વ્યાપ્તિ છે). જેમકે ચૈત્રને મૈત્રાદિ વડે કરાતા અનગ્રહ અને ઉપઘાત દેખાય છે તેથી તેના કર્તા મૈત્રાદિ અવશ્ય હોય જ છે. (આ અન્વય ઉદાહરણ છે, તેવી જ રીતે કોઈ કોઈ મનુષ્યોને વૈભવાદિ કંઈક આપવા વડે અનુગ્રહને કરતા અને તેનું અપહરણ આદિ કરવા વડે ઉપઘાત કરતા એવા દેવો ક્યાંક ક્યાંક દેખાય પણ છે (આ ઉપનય છે). તેથી જેમ રાજા મનુષ્યોને સુખાકારી આપવા વડે અનુગ્રહ કરે છે અને ગુન્હા કરનારાને દંડાદિ આપવા વડે ઉપઘાત કરે છે. આ રીતે અનુગ્રહ-ઉપઘાત કરનારા રાજા આદિ આ સંસારમાં છે. તેવી રીતે મનુષ્યોને લાભ-નુકશાન કરનારા દેવો પણ આ સંસારમાં છે જ (આ નિગમન છે).
આ રીતે ઉપરોક્ત અનુમાનથી દેવો છે એમ સિદ્ધ થાય છે. ll૧૮૬૯-૧૮૭oll ફરીથી દેવની બાબતમાં શંકા કરીને ઉત્તર આપતાં કહે છે કે - आलयमेत्तं च मई पुरं व तव्वासिणो तह वि सिद्धा । जे ते देवत्ति मया, न य निलया निच्चपरिसुण्णा ॥१८७१॥ (आलयमात्रं च मतिः पुरमिव तदवासिनस्तथापि सिद्धा । જે તે સેવા રૂતિ મત ન ચ નિત્રયી નિત્યપરિશૂચ: I)