________________
૧૦૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
(૩) કર્મ એ આગમગ્રાહ્ય પણ નથી. કારણ કે આગમ એટલે આપ્તવાણી, સર્વજ્ઞની વાણી. પરંતુ આ સંસારમાં કોઈ સર્વજ્ઞ છે જ નહીં કે જેનું વચન આપ્તવચન છે એમ સમજીને પ્રમાણ માની શકાય. વળી જે જે શાસ્ત્રો છે તે પરસ્પર વિરુદ્ધ છે. કોનું આગમ માનવું અને કોનું આગમ ન માનવું ? ચાર્વાકદર્શન કહે છે - પુણ્ય-પાપ જેવું કર્મ છે જ નહીં. આ ભવ એ જ સંસાર છે. કર્મ ન હોવાથી ભવાન્તર છે જ નહીં. નૈયાયિક વૈશેષિક કહે છે કે ધર્મ-અધર્મ એ જ કર્મ છે. તેને જ પુણ્ય-પાપ કહેવાય છે અને તે આત્માના ગુણ સ્વરૂપ છે. કાશ્મણ વર્ગણાના પુગલસ્વરૂપ નથી, સાંખ્યદર્શન કહે છે કે પુરુષ અને પ્રકૃતિ બે જ તત્ત્વ છે. પુરુષ તો શુદ્ધ-બુદ્ધ-અકર્તા હોવાથી કર્મ છે જ નહીં. જૈનદર્શન કહે છે કે કાશ્મણવર્ગણાનાં પુદ્ગલો છે જે જીવ વડે ગ્રહણ કરાયાં છતાં કર્મ બને છે અને જીવની સાથે ચોંટી જાય છે. જીવ તે કર્મોથી બંધાઈ જાય છે. આ પ્રમાણે આગમોની વાણી ભિન્ન ભિન્ન હોવાથી તેમાંથી પણ કંઈ સત્ય મળતું નથી.
આ રીતે ઈન્દ્રભૂતિના પ્રસંગે જીવ જેમ કોઈ પ્રમાણથી ગ્રાહ્ય નથી માટે જીવ નથી. તેનો પૂર્વપક્ષ કહ્યો હતો તે જ રીતે આ અગ્નિભૂતિના પ્રસંગે કર્મ પણ કોઈપણ પ્રમાણથી ગ્રાહ્ય નથી. માટે કર્મ નથી. આમ અગ્નિભૂતિના મનમાં શંકા છે તે પૂર્વપક્ષ સમજી લેવો. બન્નેનો પ્રત્યક્ષાદિ-પ્રમાણજ્ઞાન-ગોચરાતતત્વ હેતુ સમાન જ છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ પૂર્વપક્ષ સમજાવ્યા પછી હવે કહે છે કે -
હે અગ્નિભૂતિ ! તમે આ પ્રમાણે સંદેહ ન કરો. કારણ કે આ કર્મતત્ત્વ પ્રત્યક્ષાદિ સર્વપ્રમાણોથી સિદ્ધ થાય છે, તે આ પ્રમાણે છે. પ્રત્યક્ષપ્રમાણ બે જાતનું છે એક ઈન્દ્રિયપ્રત્યક્ષ કે જેને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહેવાય છે અને બીજું આત્મપ્રત્યક્ષ કે જેને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે ત્યાં આ કર્મતત્ત્વ અતિશય સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધો હોવાથી ઈન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી પરંતુ રૂપી દ્રવ્ય હોવાથી અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનથી જોઈ શકાય છે. તેથી આત્મપ્રત્યક્ષ છે. મને કેવલજ્ઞાન થયેલ છે માટે હું તે કર્મતત્ત્વને આત્મપ્રત્યક્ષથી દેખું છું. તમને કેવલજ્ઞાન નથી એટલે પ્રત્યક્ષ દેખાતું નથી. છતાં તમને પણ અનુમાનપ્રમાણથી કર્મ સમજાય તેવું છે. મને પ્રત્યક્ષથી અને તમને અનુમાનથી કર્મ સિદ્ધ થાય છે. તેથી આ કર્મ સર્વપ્રમાણોથી અગોચર છે એમ તમે જે માનો છો તે મિથ્યા છે.
કર્મતત્ત્વની સિદ્ધિ માટેનું અનુમાન આ પ્રમાણે છે - આ સંસારમાં જે સુખ અને દુ:ખનો અનુભવ થાય છે. તેમાં કોઈક અદેશ્ય કારણ જરૂર છે. કારણ કે સુખ અને દુ:ખ એ કાર્ય હોવાથી. જેમકે અંકુરાનું કારણ બીજ છે તેમ. જો અંકુરા ઉગેલા દેખાય છે તો ભલે આપણે બીજ જોયું ન હોય, કોણે વાવ્યું? ક્યારે વાવ્યું? વગેરે કંઈ જ્ઞાન ન હોય