________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
આ પ્રશ્નનો ભગવાન ઉત્તર આપે છે.
मह पच्चक्खत्तणओ जीवाई य व्व नारए गिण्ह ।
किं जं सयपच्चक्खं, तं पच्चक्खं नवरि इक्कं ? ॥१८९० ॥
जं कासइ पच्चक्खं, पच्चक्खं तंपि घेप्पए लोए ।
जह सीहाइदरिसणं सिद्धं न य सव्वपच्चक्खं ॥१८९९॥
( मम प्रत्यक्षत्वतो जीवादींश्चेव नारकान् गृहाण ।
किं यत् स्वकप्रत्यक्षं, तत् प्रत्यक्षं नवरमेकम् ॥
यत् कस्यचित्प्रत्यक्षं प्रत्यक्षं तदपि गृह्यते लोके ।
यथा सिंहादिदर्शनं सिद्धं न च सर्वप्रत्यक्षम् ॥ )
૪૭૧
ગાથાર્થ - હૈ અકંપિત ! મને પ્રત્યક્ષ હોવાથી જીવાદિ પદાર્થોની જેમ નારકી પણ છે આમ તમે સ્વીકારો. શું જે પોતાને જ પ્રત્યક્ષ હોય તે જ એક પ્રત્યક્ષ કહેવાય ? પણ આમ નથી સંભવતું, જે બીજા કોઈને પણ પ્રત્યક્ષ હોય તેને પણ આ લોકમાં પ્રત્યક્ષ કહેવાય છે. જેમ સિંહાદિનું દર્શન લોકમાં પ્રસિદ્ધ છે. પરંતુ તે સર્વને પ્રત્યક્ષ નથી તેમ અહીં સમજો. ।।૧૮૯૦-૧૮૯૧
વિવેચન - ભગવાન શ્રી મહાવીરપ્રભુ અકંપિતજીને સમજાવતાં કહે છે કે હે અકંપિત ! આ નારકીના જીવો મને પ્રત્યક્ષ દેખાય છે. તેથી ‘સાક્ષાતનુપનમ્યમાનત્વાત્'' આવા પ્રકારનો તમારો કહેલો હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે. કારણ કે હું કેવલજ્ઞાન દ્વારા નારકીના જીવોને પ્રત્યક્ષ દેખું છું. તેથી મને પ્રત્યક્ષ દેખાતા હોવાથી સાક્ષાત્ અનુપલભ્યમાનપણું નથી. આ કારણે આ હેતુ પક્ષમાં ઘટતો નથી માટે અસિદ્ધ છે. તેથી “નારકીના જીવો છે” આમ તમે સ્વીકારો. જેમ જીવ, અજીવ વગેરે બીજા સૂક્ષ્મ પદાર્થો તમને નથી દેખાતા તો પણ બીજાને (સર્વજ્ઞને) દેખાતા હોવાથી તમે માનો છો તેમ આ પણ છે આમ માનો.
અકંપિત - હે ભગવાન ! કદાચ નારકી તમને દેખાતા હશે. પરંતુ જ્યાં સુધી તે નારકી મને પ્રત્યક્ષ ન દેખાય ત્યાં સુધી તમારા કહેવા માત્રથી “તે છે” આમ હું કેમ માની લઉં ? મને દેખાય તો હું માનું.
ભગવાન - તમારો આ વિચાર ખોટો છે. કારણ કે જે પોતાને જ સાક્ષાત્ પ્રત્યક્ષ જણાય તે જ શું એક પ્રત્યક્ષ છે ? જે પોતાને પ્રત્યક્ષ ન દેખાયું હોય, પણ બીજા કોઈ અન્યને પણ પ્રત્યક્ષ દેખાયું હોય તો તેને શું પ્રત્યક્ષ ન કહેવાય ? આમ ભગવાન કાકુન્યાય