________________
૪૭૨ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ વડે અકંપિતજીને પ્રશ્ન પૂછવા દ્વારા સત્ય સમજાવે છે. સારાંશ કે જે પોતાની જાતને પ્રત્યક્ષ દેખાય તે જ એક પ્રત્યક્ષ કહેવાય એવો નિયમ નથી. પોતાની જાતને જે પ્રત્યક્ષ ન દેખાતું હોય તો પણ જો બીજા કોઈ વિશ્વાસુ એવા અન્ય પુરુષને પણ પ્રત્યક્ષ દેખાતું હોય તેને પણ લોકમાં પ્રત્યક્ષ કહેવાય છે. તથા જે કોઈ અન્ય એક વ્યક્તિએ પ્રત્યક્ષ જોયું હોય અને તે કહે તો બીજા બધાએ તે ન જોયું હોય તો પણ સ્વીકારી લે છે. આવું સંસારમાં દેખાય છે.
જેમકે સિંહ-શરભ અને હંસાદિ પ્રાણીઓનું દર્શન કોઈ કોઈ વ્યક્તિઓને જ થાય છે. સર્વ જીવોને આ પ્રાણીઓનું પ્રત્યક્ષ દર્શન થતું નથી. છતાં જેણે જેણે સિંહ-સરભ અને હંસાદિ પ્રાણીઓ જોયા છે અને તે આવીને આ પ્રાણીઓને ન જોનારી વ્યક્તિઓને કહે તો તે માની પણ લે છે. આવો વ્યવહાર જગતમાં પ્રસિદ્ધ છે. તથા દૂર દૂરના દેશો, ગામો, નગરો, નદીઓ અને સમુદ્રો તથા ભૂતકાળમાં બનેલા સારા-નરસા પ્રસંગો કંઈ સર્વે લોકોએ પ્રત્યક્ષ જોયેલા હોતા નથી. છતાં અન્ય કોઈ કોઈ વ્યક્તિઓએ પ્રત્યક્ષ જોયેલા હોય છે. તેથી તે સર્વે ભાવો સર્વ જીવોને પ્રત્યક્ષ ન થતા હોવા છતાં પણ પ્રત્યક્ષનો વિષય છે. આ રીતે વ્યવહાર કરાતા દેખાય છે.
આ કારણથી હે અકંપિત ! મને કેવલજ્ઞાનથી નારકો પ્રત્યક્ષ દેખાય છે. તેથી મારા કહેવાથી તમે નારકો છે આમ સ્વીકારો. તમારું જ્ઞાન મતિ-શ્રુત છે. ઈન્દ્રિયોના વિષયવાળું છે અને ઈન્દ્રિયો પરિમિત વિષયને જ જાણનારી છે તેથી જેમ દૂર દૂર રહેલા પદાર્થો હોય છે તો પણ ઈન્દ્રિયોથી દેખાતા નથી, તેમ નારકો છે તે પણ પરિમિત વિષયવાળી એવી ઈન્દ્રિયોથી ગોચર થતા નથી. પણ તે નારકી નથી એમ નહીં, પરંતુ અવશ્ય છે આમ સ્વીકારો. ૧૮૯૦-૧૮૯૧
૧. શરમ એક જાતનું પ્રાણી છે. જેને આઠ પગ હોય છે. તેથી તે અષ્ટાપદ તરીકે ઓળખાય છે. અતિશય
ઠંડકવાળા પ્રદેશમાં જ રહે છે. ૨. હાલ વર્તમાનકાલમાં વિચારીએ તો અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વગેરે દેશો કંઈ
બધાંને પ્રત્યક્ષ થયેલા નથી. છતાં જેણે જેણે જોયા છે તેના કહેવાથી સ્વીકારી લેવામાં આવે છે. એવી જ રીતે ભૂતકાળમાં બનેલા સારા-નરસા પ્રસંગો, નાનાં નાનાં ગામડાંઓ, પાટલિપુત્ર (પટ્ટણા), મદ્રાસ, દિલ્હી, મુંબઈ વગેરે મહાનગરો, ગોદાવરી, નર્મદા, ગંગા-સિંધુ વગેરે મહાનદીઓ તથા એટલાન્ટિક અને પેસિફીક વગેરે મહાસમુદ્રો, રાણકપુર - દેલવાડાનાં મંદિરો, આગ્રાનો તાજમહાલ, નાયગરાનો ધોધ વગેરે ઘણા પદાર્થો એવા છે કે જે સર્વેને પ્રત્યક્ષ થતા નથી. પણ કોઈકને જ પ્રત્યક્ષ થાય છે. તો પણ તેમના કહેવાથી સર્વે લોકો તે સ્વીકારી લે છે. તેમ મારા પ્રત્યક્ષથી તમારે નારકો સ્વીકારવા જોઈએ.