________________
ગણધરવાદ
૪૭૦
આઠમા ગણધર - અકંપિત जे पुण सुइमेत्तफला, नेरइयत्ति किह ते गहेयव्वा? । सक्खमणुमाणओ वाऽणुवलंभा भिन्नजाईया ॥१८८९॥ (त्वं मन्यसे प्रत्यक्षा देवाश्चन्द्रादयस्तथान्येऽपि । विद्यामन्त्रोपायनफलादिसिद्ध्या गम्यन्ते ॥ ये पुनः श्रुतिमात्रफला नैरयिका इति कथं ते ग्रहीतव्याः? । સાક્ષાનુમાનતો વાળુપત્નક્ષદ્ fમનનાતીયા: ).
ગાથાર્થ - દેવોમાં ચંદ્ર-સૂર્ય વગેરે પ્રત્યક્ષ દેખાય છે તથા બીજા દેવો (ભલે દેખાતા નથી તો પણ) વિદ્યા અને મંત્રોના જાપ દ્વારા યાચના કરાયેલા ફળની સિદ્ધિ વડે અનુમાનથી પણ જણાય છે. પરંતુ “નારકી” તો શ્રુતિમાત્ર ફળવાળા છે. તેથી સાક્ષાત્ કે અનુમાનથી પણ નહી જણાતા હોવાથી મનુષ્ય-તિર્યંચ અને દેવોથી ભિન્ન જાતિવાળા તે છે” આમ કેવી રીતે માનવું ? આમ તમે મનમાં વિચારો છો. /૧૮૮૮-૧૮૮૯ll
વિવેચન - હે દીર્ધાયુષી અકંપિત ! તમે મનમાં નારકી માટેના આવા વિચારો ધરાવો છો કે દેવો અને નારકી આ બને સાક્ષાત્ દેખાતા નથી. એટલે કે મનુષ્યો અને તિર્યંચો જેમ આ મૃત્યુલોકમાં નજરે પડે છે તેવા દેવો અને નારકી પ્રત્યક્ષ દેખાતા નથી. માટે તે બન્નેને વિષે શંકા તો છે. છતાં દેવોની બાબતમાં ચંદ્ર-સૂર્ય વગેરે કેટલાક દેવો (તથા તેમના નિવાસસ્થાન રૂપ વિમાનો) પ્રત્યક્ષ દેખાય છે. તેથી દેવો તો હશે એમ મનાય છે તથા વિશિષ્ટ એવી વિદ્યા અને મંત્રોનો સતત જાપ કરીએ અને તેને અનુસરતા તપ-ધ્યાન આદિ કરીએ તો દેવો પ્રસન્ન થતા હોય અને માગીએ તો ફળ આપતા હોય એવી ફળસિદ્ધિ ધરણેન્દ્રાદિ દેવોમાં તથા પદ્માવતી-સરસ્વતી-લક્ષ્મીદેવી વગેરે દેવીઓમાં દેખાય છે. તેથી દેવો તો અનુમાનથી પણ જણાય છે કે આ સંસારમાં દેવો અવશ્ય છે. કારણ કે વિદ્યા અને મંત્રો દ્વારા માગેલા ફળની પ્રાપ્તિ થાય છે. તેથી તે દેવો છે આમ જણાય છે.
પરંતુ નારકી તો નથી પ્રત્યક્ષ ક્યાંય દેખાતા, કે નથી કોઈ અનુમાનથી સિદ્ધ થતા. કેવલ એકલા “નારકી-નારકી” આવા શબ્દો જ લોકમુખે અથવા શાસ્ત્રોમાં સંભળાય છે. તેથી શ્રુતિમાત્ર ફળવાળા છે (એટલે કે સાંભળવા પૂરતા જ છે. પરંતુ વાસ્તવિક નારકી નામના કોઈ જીવો નથી.) આમ તમે મનમાં વિચારો છો વળી જે વસ્તુ સાક્ષાત્ દેખાય નહીં અને જે વસ્તુ અનુમાન દ્વારા સિદ્ધ થાય નહીં તે આ સંસારમાં છેઆમ કેવી રીતે માનવું ? આ કારણે જ મનુષ્ય-તિર્યંચ અને દેવોથી ભિન્ન જાતિવાળા ચોથી ગતિ સ્વરૂપ નારકી જીવો છે આમ કેવી રીતે માનવું ? આવા વિચારો તમે મનમાં કરો છો. ll૧૮૮૮-૧૯૮૯