________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૬૯
પરમાત્મા પોતે કેવલજ્ઞાનથી જાણે છે. માટે વ્યવહારથી મીઠો આવકાર આપે છે.
||૧૮૮૬॥
किं मण्णे नेरइया अत्थि नत्थित्ति संसओ तुझ । वेयपयाण य अत्थं न याणसि तेसिमो अत्थो ॥१८८७ ॥
( किं मन्यसे नैरयिकाः सन्ति न सन्तीति संशयस्तव । वेदपदानां चार्थं न जानासि तेषामयमर्थः ॥ )
ગાથાર્થ - શું નારકીના જીવો છે કે નથી ? આવો સંશય તમને વર્તે છે. પરંતુ વેદપદોના અર્થો તમે જાણતા નથી. તે પદોના અર્થો આ પ્રમાણે છે. ૧૮૮૭
વિવેચન - હે અકંપિત પંડિત ! તમે તમારા મનમાં આવા વિચારો ધરાવો છો કે
શું આ સંસારમાં નારકીના જીવો છે કે નથી ? આવા પ્રકારનો સંશય તમારા મનમાં વર્તે છે. પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદનાં પદો સાંભળવાના કારણે તમને આ સંશય થયેલો છે. તે પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદનાં પદો આ પ્રમાણે છે.
"नारको वै एष 'जायते यः शूद्रान्नमश्नाति "
“ન હૈં મૈં પ્રેત્ય નારા: સન્તિ'
આ બન્ને વેદપાઠો પરસ્પર વિરુદ્ધ અર્થને કહેનારા છે. આવું તમે મનમાં વિચારો છો. પ્રથમ પાઠ નારકીના અસ્તિત્વનો સૂચક છે અને બીજો પાઠ નારકીના નાસ્તિત્વનો સૂચક છે એવો અર્થ તમે કરો છો. પ્રથમ પાઠનો અર્થ તમે એવો કરો છો કે જે આ બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે મરીને નારકી થાય છે” અને બીજા પાઠનો અર્થ “પરભવમાં જઈને કોઈ નારકી થતું નથી.” પ્રથમ પાઠ નારકીના જીવો છે એમ નારકીની સત્તાનો સૂચક છે અને બીજો પાઠ નારકીના અભાવનો સૂચક છે. તેથી તમને મનમાં “નારકી છે કે નથી” આવી શંકા થયેલી છે. પરંતુ આ વેદપાઠોના સાચા અર્થને તથા યુક્તિની રીતિને તમે બરાબર જાણતા નથી તેથી શંકા થાય છે. તે વેદપાઠોનો સાચો અર્થ આ પ્રમાણે છે. આ અર્થ ૧૯૦૩ ગાથામાં સમજાવાશે. ૧૮૮૭॥
तं मन्नसि पच्चक्खा देवा, चंदादओ तहन्ने वि । विज्जामंतोवायणफलाइ सिद्धीए गम्मंति ॥१८८८ ॥