________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
અવિદ્યમાન વસ્તુનો સંદેહ થતો નથી. તેથી ખરના મસ્તક ઉપર ભલે શ્રૃંગ નથી. પરંતુ અન્યત્ર ગાય-બકરા આદિ ઈતરપશુઓમાં શૃંગ છે જ. ઈતરમાં છે જ તો જ ખરમાં શંકા ગઈ છે. “જ્યાં સંદેહ થયો હોય ત્યાં તે વસ્તુ હોય જ” એવું અમારું કહેવું નથી. પરંતુ જેનો સંદેહ થાય છે તે વસ્તુ ત્યાં અથવા અન્યત્ર પણ હોય જ છે. તો જ તેનો સંદેહ થાય, આમ અમારું કહેવું છે. તેવી જ રીતે અહીં પણ શૃંગ ગાય-ભેંસ-બકરા આદિમાં છે, તેથી જ અહીં (ખરમાં) સંદેહ થાય છે. માટે અમારા કથનમાં કોઈ વ્યભિચાર દોષ આવતો નથી. ખરના મસ્તક ઉપર શૃંગની શંકા થઈ છે તેથી તે અથવા અન્ય ખરને જ સ્ટ્રંગ હોવાં જોઈએ એમ નહીં પરંતુ જગતમાં ક્યાંય પણ શૃંગ હોય, તે પૂર્વકાલમાં જોયેલાં હોય તો જ તેની શંકા અન્યત્ર થાય છે. તેથી મહિષાદિમાં શૃંગ છે. તો જ ખરમાં શંકા થાય છે.
૪૮
હવે આત્માની સિદ્ધિમાં સાતમું અનુમાન જણાવે છે.
જેમ જેનો સંદેહ થાય છે તે પદાર્થ જગતમાં હોય જ છે. તેમ “વિપરીતબોધ’માં પણ આ જ ન્યાય જાણવો. એટલે કે જ્યાં જ્યાં વિપરીત બોધ થાય છે ત્યાં અથવા અન્યત્ર તે વસ્તુ અવશ્ય હોય જ છે. જેમકે દૂર દૂર સ્થાણુ જ હોય. પરંતુ અંધકાર આદિ હોવાથી સમાનધર્મ માત્ર દેખાવાના કારણે “આ પુરુષ જ છે” આવા પ્રકારનો વિપરીતબોધ કદાચ કોઈ મનુષ્ય કરી લે. તો ત્યાં પણ આ જ ન્યાય લાગે છે કે જેનો વિપરીત બોધ થાય છે તે વસ્તુ પણ ત્યાં ભલે ન હોય તો પણ જગતમાં અવશ્ય હોય છે. જ્યાં સ્થાણુ છે ત્યાં જે પુરુષનો બોધ થયો તે પુરુષ (ત્યાં ભલે નથી તો પણ) આ સંસારમાં તો અવશ્ય છે જ. પિત્તળમાં સુવર્ણનો ભ્રમ થાય છે. તે પણ સંસારમાં ક્યાંય પણ સુવર્ણ છે તો જ થાય છે. છીપમાં રજતનો જે બોધ થાય છે ત્યાં પણ સંસારમાં ક્યાંય પણ રજત છે, તે જોયેલું છે તો જ ચમક સરખી દેખાવાથી રજતનો બોધ થાય છે. તેથી જ્યાં જ્યાં વસ્તુ કંઈક બીજી જ હોય અને બોધ તેને મળતી બીજી વસ્તુનો થતો હોય તો તે વિપરીત બોધવાળી વસ્તુ પણ સંસારમાં વિદ્યમાન હોય તો જ તેનો ત્યાં બોધ થાય છે. વન્ધાપુત્રાદિ જે વસ્તુ સંસારમાં સર્વથા અવિદ્યમાન હોય છે. તે વસ્તુવાળો વિપરીત બોધ પણ આ
જગતમાં ક્યાંય થતો નથી.
આ રીતે વિચારતાં હૈ ગૌતમ ! તમારા અભિપ્રાય પ્રમાણે અમારા શરીરમાં આત્મા છે કે નહીં ? આવી શંકા અથવા આત્મા નથી જ આવો વિપરીત બોધ કરવા સ્વરૂપ “આત્માના અસ્તિત્વ સંબંધી જે માન્યતા મનમાં પ્રવર્તે છે તે આત્માનું ખરશ્રૃંગાદિની જેમ