________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૪૭ જોઈએ. પરંતુ જે ન હોય તેનો સંશય કોઈને પણ થતો નથી. આપણા બાપ-દાદા આદિ વડીલો કે જેઓનું અવસાન થઈ ચૂક્યું છે. જેઓ પૂર્વકાલમાં હતા, વર્તમાનમાં નથી, ત્યારે પોતાના ઘરમાં કે બીજાના ઘરમાં મારા દાદા છે કે નથી આવો સંશય થતો નથી. જ્યારે જીવંત હોય છે ત્યારે જ પ્રયોજનવશથી તેઓ બહાર ગયા હોય તો સંશય થાય છે કે મારા દાદા ઘરમાં છે કે નહીં ? પાડોશીના ઘરમાં પણ છે કે નહીં ? આ રીતે વિચારતાં હે ગૌતમ ! તમને જીવનો સંશય થયો છે તેથી જ આ સંસારમાં જીવ નામનું તત્ત્વ અવશ્ય છે જ. ll૧૫૭૧//
જે હોય છે તેનો જ સંશય થાય છે. અર્થાત્ જેનો સંશય થાય છે તે સંસારમાં ત્યાં અથવા અન્યત્ર અવશ્ય હોય જ છે. આ વાત ઉપર પ્રશ્ન-ઉત્તર કરે છે -
एवं नाम विसाणं, खरस्स पत्तं न तं खरे चेव । अन्नत्थ तदस्थिच्चिय, एवं विवरीयगाहे वि ॥१५७२॥ (एवं नाम विषाणं खरस्य प्राप्तं न तत् खर एव ।
अन्यत्र तदस्त्येव, एवं विपरीतग्रहेऽपि ॥)
ગાથાર્થ - જો આમ જ હોય તો ખરને (ગધેડાને) પણ શૃંગ હોવાં જોઈએ (કારણ કે ત્યાં પણ સંદેહ થાય છે). તો તે શૃંગ ખરમાં નથી જ પરંતુ અન્યત્ર છે જ. આ જ પ્રમાણે વિપરીત ગ્રહણમાં પણ આ જ ન્યાય જાણવો. /૧૫૭૨ //
વિવેચન - ઉપરની ગાથામાં એવું સમજાવવામાં આવ્યું છે કે “જેનો જેનો સંદેહ થાય તે તે વસ્તુ ત્યાં અથવા અન્યત્ર હોય જ છે.” અર્થાત્ જે વસ્તુ જગતમાં હોય તેનો જ સંદેહ થાય. તો આ બાબતમાં શંકા થાય છે કે ગાય-ભેંસ-બકરા આદિ પશુઓને જોઈને તેના માથા ઉપર શૃંગ દેખાય જ છે. તેથી જ્યારે જ્યારે ખર (ગધેડાને) જોઈએ અને તેના મસ્તક ઉપર આપણી દૃષ્ટિ પડે એટલે તે જ કાલે “સંદેહ” થાય છે કે ગાય-બકરા આદિની જેમ શું ખરને પણ શૃંગ છે કે નથી ? આવો સંદેહ ત્યાં પણ થાય જ છે. તમારા સમજાવવા પ્રમાણે તો જેનો સંદેહ થાય તે વસ્તુ જગતમાં અવશ્ય હોય જ છે. તો ખરા ઉપર શૃંગની શંકા થતી હોવાથી તે ખરને અથવા બીજા ખરને પણ શૃંગ હોવાં જોઈએ આવી આપત્તિ આવશે.
ઉત્તર - આવા પ્રશ્નોનો ઉત્તર તો પૂર્વની ગાથામાં જ કહેવાઈ ગયો છે કે ત્યાં અથવા અન્ય સ્થાનમાં પણ જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય તેનો જ સંદેહ થાય છે. સર્વથા