________________
૪૩૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
જો તેનું જ્ઞાન થાય છે તેથી જેમ ઘટ-પટ આદિ પદાર્થો જોય હોવાથી તેના સ્વરૂપનો બોધ કરાવનારું જ્ઞાન અવશ્ય હોય છે. તેવી જ રીતે આ લોકાકાશ એ પણ એક પ્રકારનું પ્રમેયદ્રવ્ય છે. તેથી તેના પરિમાણને કરનારું પણ કોઈ એક દ્રવ્ય છે અને તે દ્રવ્ય ધર્માસ્તિકાય દ્રવ્ય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
अस्ति लोकस्य परिमाणकारी, प्रमेयत्वात्, ज्ञानमिव ज्ञेयस्य,
અથવા જીવો અને પુગલો જે છે તેને જ સંસારવ્યવહારમાં લોક કહેવાય છે. કારણ કે સામાન્ય લોકો વડે જીવો અને પુગલો લોકમાં જ ગમનાગમન કરતાં દેખાય છે, વળી તે મૂર્તિ છે અને રૂપવાળા પદાર્થો છે. તેથી તેને “લોક” કહેવાય છે. તે લોક પ્રમેય હોવાથી તેના પરિમાણ (માપ) ને કરનારો કોઈક પદાર્થ છે. જેમ શાલી આદિ ધાન્ય પ્રમેય હોવાથી તેના માપને કરનારાં પ્રસ્થક-ખારી-આઢવ વગેરે માપો છે તેમ આ લોક પણ પ્રમેય હોવાથી તેના માપને કરનારો જે પદાર્થ છે તે ધર્માસ્તિકાય છે. જે જે વસ્તુ માપને યોગ્ય હોય છે તેનું માપ કરનાર પણ કોઈક પદાર્થ અવશ્ય હોય છે. આ રીતે લોકાકાશ પ્રમેય હોવાથી તેનું પરિમાણ (માપ) કરનારો જે પદાર્થ છે તે ધર્માસ્તિકાય છે.
જ્યાં જ્યાં ધર્માસ્તિકાય વ્યાપીને રહેલો છે તેટલા માપવાળા આકાશને લોકાકાશ કહેવાય છે. આ લોકાકાશ તો જ ઘટી શકે જો તેની ચારે તરફ અલોકાકાશ હોય તો જ. કારણ કે “આકાશ” નામનો સામાન્ય પદાર્થ તો સર્વ ઠેકાણે અવિશિષ્ટ જ છે, સમાન જ છે. પછી ભલે લોકાકાશ હોય કે અલોકાકાશ હોય. પણ આકાશ તો બન્ને સ્થાને સમાન હોવાથી “આ લોકાકાશ છે” એમ તો જ કહેવાય કે જો અલોકાકાશ હોય. તેથી અલોકાકાશનું અસ્તિત્વ માનીએ તો જ લોકાકાશ ઘટી શકે. તેથી ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશ છે. તેની ચારે તરફ તથા ઉપર અને નીચે સર્વત્ર અનંત અનંત અલોકાકાશ છે.
આ કારણે લોકાકાશના અગ્રભાગે સિદ્ધ પરમાત્માઓનું અવસ્થાન છે (નિવાસ છે). ઊર્ધ્વગતિ કરવી એ જીવનો સ્વભાવ હોવાથી અને લોકાકાશના અંતિમ પ્રદેશ સુધી ધર્માસ્તિકાય હોવાથી ઉપરના અંતિમ આકાશપ્રદેશ સુધી સિદ્ધ પરમાત્માની ગતિ થાય છે. ત્યારબાદ અલોક હોવાથી અને ત્યાં ધર્માસ્તિકાય ન હોવાથી આ આત્માઓની અલોકમાં ગતિ થતી નથી. ll૧૮૫૫
હવે આ જ બાબતમાં બીજી રીતે પ્રશ્ન-ઉત્તર કરે છે - पयणं पसत्तमेवं थाणाओ तं च नो जओ छट्ठी । इह कत्तिलक्खणेयं कत्तुरणत्थंतरं थाणं ॥१८५६॥