________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૩૭
(पतनं प्रसक्तमेवं, स्थानात् तच्च नो यतः षष्ठी । इह कर्तृलक्षणेयं, कर्तुरनर्थान्तरं स्थानम् ॥)
ગાથાર્થ - આ પ્રમાણે તો તે સ્થાનથી સિદ્ધનું ક્યારેક પતન પણ પ્રાપ્ત થશે. તે પ્રશ્ન બરાબર નથી. આ કર્તરિપ્રયોગમાં (કર્તામાં) ષષ્ઠી છે અને તે કર્તાથી અભિન છે. //૧૮૫૬ //
વિવેચન - સિદ્ધ પરમાત્માઓ લોકાગ્રભાગે સદાકાલ રહે છે. ઊર્ધ્વગતિ સ્વભાવ હોવાથી અને કર્મરહિત હોવાથી નીચે સંસારમાં ક્યાંય આવતા નથી. જન્મ-જરા-મરણાદિ પામતા નથી અને તેમનાથી ઉપર ધર્માસ્તિકાય ન હોવાથી અલોકમાં જતા નથી. અર્થાત્ અનંતકાલ લોકાગ્રભાગે આત્મ-સ્વરૂપમાં અનંતજ્ઞાનાદિ ગુણોમાં રહ્યા છતા સ્વભાવરમણતાના અનંત અનંત પરમાનંદને ભોગવનારા હોય છે, ત્યાં મંડિકબ્રાહ્મણ પ્રશ્ન કરે છે -
મંડિક - હે ભગવાન્ ! આ રીતે તો લોકાગ્ર ભાગે રહેલા સિદ્ધ પરમાત્માઓનું ત્યાંથી ક્યારેક પતન પણ સંભવી શકે છે. થીયૉડમિનિતિ થાનમ્ = ઉભા રહેવાય જ્યાં, તેને સ્થાન કહેવાય છે. સ્થા ધાતુ છે. અધિકરણ (આધાર) અર્થમાં મન = પ્રત્યય થયો છે. “શરથા ' (સિદ્ધહેમ વ્યાકરણ ૫-૩-૧૨) અધિકરણ અર્થમાં જે મનદ્ પ્રત્યય થાય છે તેનાથી જે સ્થાન શબ્દ બને છે તે ઉભા રહેવાની જગ્યાનો સૂચક બને છે. જે જગ્યા કર્તાથી ભિન્ન (અર્થાન્તર) હોય છે. તેથી સિદ્ધચ સ્થાને સિદ્ધ થાનમ્ આવો સંબંધમાં ષષ્ઠી કરવાથી ષષ્ઠી તપુરુષ સમાસ થશે. આમ થવાથી પર્વતનું શિખર, વૃક્ષની શાખા. કે મકાનનો ઉપલો ભાગ (અગાસી) વગેરે મનષ્યોને ઉભા રહેવાનાં જેમ સ્થાનો છે તેમ આ સિદ્ધોને રહેવાનું સ્થાન (આધારક્ષેત્ર) જ થયું.
આમ થવાથી પર્વતના શિખર ઉપર ઉભેલો મનુષ્ય ક્યારેક પતન પણ પામે છે. વૃક્ષની શાખા ઉપર ચઢેલો મનુષ્ય ક્યારેક પતન પણ પામે છે. અગાસી અને ધાબા ઉપરથી પણ મનુષ્ય ક્યારેક પતનને પામે છે. તેવી જ રીતે લોકના અગ્રભાગે રહેલા સિદ્ધો ત્યાંથી ક્યારેક પતન પણ પામશે. આવો અર્થ થશે.
અથવા વૃક્ષ ઉપર રહેલાં ફળો જેમ નીચે ભૂમિ ઉપર પડે છે તથા પર્વતાદિ ઉપર જે કોઈનું અવસ્થાન હોય છે તેમાંથી ક્યારેક ક્યારેક કોઈ કોઈનું પતન પણ દેખાય છે. તેમ સિદ્ધ પરમાત્માને પણ ક્યારેક ક્યારેક પતન પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે.
ભગવાન = ત ર = તમારો આ પ્રશ્ન બરાબર નથી. અહીં સંબંધમાં ષષ્ઠી થયેલ નથી. પરંતુ કર્તામાં ષષ્ઠી થયેલ છે. તેથી કર્તા એવા સિદ્ધ પરમાત્માથી સ્થાન અર્થાન્તર