________________
૪૩૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
નથી, અનર્થાન્તર છે. અહીં “સિદ્ધસ્થ થામિતિ સિદ્ધસ્થાનમ્'' = સિદ્ધભગવંતોનું જે
સ્થાન તે સિદ્ધસ્થાન એવો અર્થ નથી. પરંતુ સિદ્ધભગવંતોનું જે અવસ્થાન (રહેવાપણું) તેઓનો જે વસવાટ તે સિદ્ધસ્થાન છે. અર્થાત્ સિદ્ધભગવાન ત્યાં વસે છે, રહે છે, સ્થિર છે. આમ કર્તા અર્થમાં આ ષષ્ઠી છે. તેથી સિદ્ધપરમાત્માનો જે વસવાટ આવો અર્થ કરવો. તેથી સિદ્ધભગવાન અને સ્થાન ભિન્ન ભિન્ન નથી. માટે પતન હોઈ શકતું નથી. પર્વતનું શિખર અને વૃક્ષાગ્રભાગ એ કર્તાથી ભિન્ન છે. માટે ત્યાં પતન સંભવે છે. ll૧૮૫૬ll
नहनिच्चत्तणओ वा, थाणविणासपयणं न जुत्तं से । तह कम्माभावाओ, पुणक्कियाभावओ वा वि ॥१८५७॥ (नभोनित्यत्वतो वा स्थानविनाशपतनं न युक्तं तस्य । तथा कर्माभावात् पुनः क्रियाऽभावतो वापि ॥)
ગાથાર્થ - અથવા આકાશ નિત્ય હોવાથી સ્થાનના વિનાશથી થનારું પતન તે સિદ્ધ પરમાત્માને હોતું નથી. તથા કર્મોનો અભાવ હોવાથી અથવા ગતિક્રિયા ન હોવાથી પતન થતું નથી. ll૧૮૫૭ll
વિવેચન - “સ્થાન” શબ્દનો અર્થ “સિદ્ધભગવંતોનું રહેવું” આવો અભિનાર્થસૂચક સ્થાન શબ્દ છે. પણ સ્થાન એટલે પર્વત કે વૃક્ષ કે અગાસી જેવું કોઈ આધારક્ષેત્ર છે અને તેના ઉપર સિદ્ધો વસે છે એમ બિન અધિકરણ અર્થસૂચક આ સ્થાન શબ્દ નથી. જો કર્તાથી ભિન અધિકરણ રૂપે સ્થાન હોય તો તો તે સ્થાન તુટી જવાથી, ભાંગી જવાથી તેના ઉપરથી પગ લપસી જવાથી પતન સંભવે. પરંતુ અહીં એવું કોઈ આધારભૂત સ્થાન નથી કે જ્યાંથી પતન સંભવે.
વળી માની લો કે સિદ્ધભગવંતોને રહેવા માટે તેમનાથી ભિન્ન એવું આધારભૂત કોઈ સ્થાન છે તો પણ પતન સંભવતું નથી. કારણ કે ત્યાં લોકાગ્રભાગે વસતા સિદ્ધભગવંતોનું આધારક્ષેત્ર આકાશ જ છે. પર્વતનું શિખર કે વૃક્ષની શાખા જેવું પૌદ્ગલિક સ્થાન નથી કે જે સ્થાન ભાંગે-તુટે કે ફૂટે. પરંતુ સિદ્ધ ભગવંતો તો આકાશદ્રવ્યના આધારે લોકાગ્રભાગે વસે છે અને આકાશદ્રવ્ય નિત્ય છે. તેથી સિદ્ધભગવંતોનું સ્થાન તેમના આત્માથી ભિન્ન માનવામાં આવે તો પણ પતન સંભવતું નથી. કારણ કે તેમનું સ્થાન આકાશ જ છે અને તે નિત્ય છે. તેથી તેનો વિનાશ થવો યોગ્ય નથી અને આધારભૂત આકાશનો વિનાશ ન હોવાથી સિદ્ધ પરમાત્માનું પતન કેમ થાય ?