________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૩૯
તથા વળી આત્માની પતનાદિ ક્રિયાનું કારણ કર્મ છે. મુક્ત આત્માને કર્મ નથી તેથી પણ પતનક્રિયાનો સંભવ કેમ હોય? અર્થાત્ પતનક્રિયા હોતી નથી. મોક્ષે જતી વખતે કર્મ નથી છતાં એક સમય પરતી સાતરાજ ઉપર જવાની જે ગતિક્રિયા થાય છે. તેનું કારણ ગાથા ૧૮૪૪ માં પૂર્વે કહી ગયા છીએ કે ઊર્ધ્વગતિ સ્વભાવ, બંધવિચ્છેદ, કર્મલાઘવતા અને પૂર્વપ્રયોગ આદિના કારણે ગતિ થાય છે. પરંતુ ફરીથી ગમનાગમન ક્રિયા તે સિદ્ધ પરમાત્મામાં નથી. તે ગતિનું કોઈ કારણ નથી માટે.
તથા પતનમાં જે જે કારણો છે તે સિદ્ધપરમાત્મામાં સંભવતાં નથી. (૧) પોતાનો પ્રયત્ન, (૨) પ્રેરણા, (૩) આકર્ષણ, (૪) વિકર્ષણ, (૫) ગુરુત્વાદિ. (૧) આ પતનનાં કારણો છે. નીચે પડવા માટેનો પોતાનો પ્રયત્ન. ભૂસકો મારવો, કુદકો મારવો વગેરે. સિદ્ધ પરમાત્મામાં આવી બાલચેષ્ટા હોતી નથી તથા કાયયોગાદિ પણ નથી. માટે પતન નથી. (૨) પ્રેરણા - નીચે રહેલી વસ્તુ તેમને નીચે આવવાની પ્રેરણા કરતી હોય, બોલાવતી હોય આમ પણ નથી. (૩) આકર્ષણ - નીચે રહેલી વસ્તુ પ્રત્યે તેઓનું આકર્ષણ હોય એમ પણ નથી. કારણ કે રાગ જ નથી. (૪) વિકર્ષણ - કોઈ ખેંચાતાણી કરતું હોય એમ પણ નથી. આવી બાલચેષ્ટા તો સશરીરીમાં હોય, અશરીરીમાં ન હોય. (૫) ગુરુત્વાદિ = વજનમાં ભારેપણું થવું, ભગવાન અશરીરી હોવાથી અગુરુલઘુ ધર્મવાળા છે. ગુરુપણું નથી. માટે પતનનાં જે જે કારણો છે. તે કારણો મુક્ત આત્મામાં સંભવતાં નથી. આ રીતે હેતુના (કારણના) અભાવથી આ મુક્તાત્માનું પતન કેમ થાય ?
સારાંશ કે આધારભૂત આકાશ નિત્ય છે અને મુક્તાત્મા પ્રયત્ન-પ્રેરણા વગેરે પતનનાં કારણો વિનાના છે. તે કારણે તેઓનું લોકાગ્રભાગથી ક્યારે પણ પતન થતું નથી. I/૧૮૫૭
વળી “થાનાત્ વતનમ્” સ્થાન છે. માટે ત્યાંથી પતન થાય છે. આવી વાત જો કરવામાં આવે તો તે વાત વ્યભિચારી છે, અનૈકાન્તિક છે, દોષિત છે. તે સમજાવે છે -
निच्चथाणाओ वा वोमाईणं पडणं पसजेजा । अह न मयमणेगंतो, थाणाओऽवस्स पडणं ति ॥१८५८॥ (नित्यस्थानाद् वा व्योमादीनां पतनं प्रसज्येत । અથ ન મતમાનતા, સ્થાનાવશ્ય પતનમિતિ )
ગાથાર્થ - અથવા નિત્યસ્થાન હોવાથી આકાશાદિનું પણ પતન થશે અને જો આ માન્ય ન હોય તો “સ્થાનથી અવશ્ય પતન થાય જ” આ વાત અનૈકાન્તિક ઠરશે. //૧૮૫૮ll