________________
४४० છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ વિવેચન - પંડિકબ્રાહ્મણ ભગવાનને પ્રશ્ન કરે છે કે “થાનાત્ પતનમ્” ઉપરના સ્થાન ઉપર સ્થિર છે. માટે ત્યાંથી પડે છે. જેમ વૃક્ષના અગ્રભાગ ઉપર ફળ સ્થિર છે. માટે તે ફળ વૃક્ષ ઉપરથી પડે છે. તેમ સિદ્ધ ભગવંતો લોકાગ્રભાગે સ્થિર છે. માટે ત્યાંથી પડે છે આવો અર્થ થાય છે. તેથી સિદ્ધાત્માનું પતન સંભવે છે.
ભગવાન - “સ્થાનીતું પતનમ્'' વનવિરુદ્ધમતમ્ = ઉપરના ભાગે સ્થિર છે માટે પડે છે આવું કહેવું તે પોતાના જ વચનની સાથે પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે જે સ્થિર હોય તે કેમ પડે ? અને પડે તેને ઉપર સ્થિર છે એમ કેમ કહેવાય ? જેને ઉપર સ્થાન ન હોય તેનું જ પતન સંભવે. જેનું બરાબર સ્થાન છે તેનું પણ જો પોતાના સ્થાનથી પતન થતું હોય તો તો આકાશ આદિ જે પદાર્થો છે તે પણ પોતાના સ્થાને સ્થિર છે. તેનું પણ પોતાના સ્થાનથી નિત્ય પતન થવું જોઈએ અને જો તે આકાશાદિ પોતાના સ્થાને સ્થિર છે એટલે કે સ્થાનવાળા છે છતાં તેનું પતન થતું નથી. આમ જો માનો તો પછી “જેનું જેનું સ્થાન હોય તેનું તેનું પતન થાય જ” આવો નિયમ રહેતો જ નથી. આકાશાદિ પણ પોતાના સ્થાને સ્થિર છે. એટલે કે સ્થાનવાળા છે છતાં તેનું પતન નથી. તેમ મુક્તાત્મા પણ પોતાના સ્થાને સ્થિર છે. તેથી સ્થાનવાળા છે છતાં પતન નથી. માટે વ્યાપ્તિ થતી ન હોવાથી આ વાત અનૈકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. માટે હે મંડિક ! તમારી વાત બરાબર નથી. ||૧૮૫૮
આ બાબતમાં બીજી રીતે પ્રશ્ન કરીને તેને દૂર કરતાં ભગવાન કહે છે કે - भवओ सिद्धोत्ति मई, तेणाइमसिद्धसम्भवो जुत्तो । कालाणाइत्तणओ, पढमसरीरं व तदजुत्तं ॥१८५९॥ (भवतः सिद्ध इति मतिस्तेनादिमसिद्धसम्भवो युक्तः । कालानादित्वतः प्रथमशरीरमिव तदयुक्तम् ॥)
ગાથાર્થ - ભવમાંથી સિદ્ધ થાય છે. તેથી કોઈક પ્રથમ સિદ્ધ થયા હોવા જોઈએ. આવો સંશય થવો યોગ્ય છે. પરંતુ કાલ અનાદિ હોવાથી પ્રથમ શરીરની જેમ તે પ્રશ્ન અયુક્ત છે. ll૧૮૫૯ll
વિવેચન - મંડિકબ્રાહ્મણ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને ફરીથી મુક્તાત્માની બાબતમાં બીજી રીતે પ્રશ્ન કરે છે -
મંડિકબ્રાહ્મણ - સર્વે પણ મુક્ત આત્માઓ આ ભવમાંથી એટલે કે આ સંસારમાંથી જ મોક્ષે ગયા છે. અર્થાત્ અનાદિકાલથી પહેલેથી કોઈ મોક્ષમાં જ હોય એવું બન્યું નથી.