________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૪૧
મોક્ષમાં જે કોઈ આત્મા ગયા છે તે સર્વે ભવમાંથી જ ગયા છે. તેથી સર્વે પણ મુક્તાત્માઓ ક્યારેક ક્યારેક આ સંસારમાંથી જ મોક્ષે ગયા છે. તેથી આદિવાળા જ છે. આ રીતે જો સર્વે મુક્તાત્માઓ આદિવાળા છે તો મુક્તિનો પણ પ્રારંભ જ હોવો જોઈએ. આદિવાળાપણું હોવું જ જોઈએ તેથી સૌથી પહેલાં કોઈક જીવ મોક્ષે ગયો હોવો જોઈએ. એટલે કે “સૌથી
ઈક જીવ મોક્ષે ગયા છે” એમ મુક્તિની આદિ હોવી જોઈએ.
ભગવાન - હે મંડિક ! ઉપર પ્રમાણે કદાચ તમારી મતિ થાય એટલે કે કદાચ તમે આવો પ્રશ્ન કરો તો તે પ્રશ્ન અયુક્ત જ છે. કારણ કે પ્રત્યેક ભવમાં આ જીવ નવું નવું શરીર ધારણ કરે છે. એટલે કોઈપણ એક ભવનું શરીર આદિવાળું છે. પરંતુ કાલ અનાદિ હોવાથી અનંતકાલ પસાર થયેલો હોવાથી પ્રથમ શરીરની આદિ નથી. તેમ અહીં પણ સમજવું. આ ભવનું શરીર ગયા ભવના શરીર દ્વારા બાંધેલા કર્મોના ઉદયને અનુસાર મળે છે. ગયા ભવનું શરીર તેના પૂર્વના ભવમાં બાંધેલા કર્મોના ઉદયને અનુસાર મળે છે. એમ એક-એક ભવનું શરીર આદિવાળું હોવા છતાં પરંપરા અનાદિની હોવાથી પ્રથમ શરીરની આદિ નથી. જો આદિ છે એમ કહીએ તો તેની પૂર્વે આ જીવ અશરીરી હતો અને શરીર ધારણ કર્યું એવો અર્થ થાય અને જો આ અર્થને પ્રમાણ માનીએ તો મોક્ષમાં ગયેલો અશરીરી આત્મા ફરીથી સંસારમાં આવે અને શરીરધારી બને તેવો અર્થ થાય, જે અર્થ સંગત નથી. તેમ એક-એક જીવની મુક્તિની આદિ હોવા છતાં કાલ અનાદિ હોવાથી પ્રથમ કોઈ જીવની મુક્તિ થઈ છે. આ રીતે મુક્તિની આદિ નથી.
અથવા રાત્રિ અને દિવસ વારાફરતી પસાર થાય છે. પ્રભાત થાય ત્યારે દિવસનો પ્રારંભ થાય છે અને સંધ્યા થાય છે ત્યારે રાત્રિનો પ્રારંભ થાય છે. બન્ને આદિવાળા છે. પરંતુ કાલ અનાદિ હોવાથી પહેલો દિવસ અથવા પહેલી રાત્રિ કઈ ? અને ક્યારથી? તેની જેમ આદિ નથી તેમ મુક્તજીવોમાં એક-એક જીવની આદિ હોવા છતાં પરંપરાની આદિ નથી.
મંડિક - સંસારી જીવો તો છઘસ્થ છે, કેવલજ્ઞાન વિનાના છે. તેથી આદ્યશરીરની, અહોરાત્રની અને પ્રથમ મુક્તજીવની આદિ ક્યારે થઈ ? તે કદાચ ન જાણે પરંતુ કેવલજ્ઞાની ભગવંતો તો સર્વજ્ઞ છે. તેમના જ્ઞાનમાં તો બધું જ જણાય છે. તો તે કેવલજ્ઞાની ભગવંતો તથા હે ભગવાન્ ! આપશ્રી તો સર્વજ્ઞ છો તો આ ત્રણેની આદિ જાણનારા હશો. તમે અને કેવલીભગવન્તો મુક્તજીવની, પ્રથમ શરીરની અને રાત્રિ-દિવસની એમ ત્રણેની આદિ જાણનારા હોવા જોઈએ.
ભગવાન - કોઈપણ સર્વજ્ઞ આત્માઓ “સર્વને જાણે છે” પણ જે વસ્તુ જેમ હોય