________________
૪૪૨
છટ્ટા ગણધર - મંડિક
ગણધરવાદ છે તેમ જાણે છે. જે વસ્તુ જેમ ન હોય તેમ જાણવી એ કેવલજ્ઞાનનો વિષય નથી. કારણ કે એ તો અજ્ઞાનનો વિષય છે. જેમકે એક ઘટ છે. તેને કેવલજ્ઞાની ભગવંતો પણ “આ ઘટ છે” એમ જ જાણે છે. તેના અનંતાનંત પર્યાયો જે તેની અંદર છે. તે છઘ0 જાણતા નથી અને કેવલી ભગવંતો જાણે છે. પરંતુ જે ઘટ છે તે પટ તો નથી જ. તેથી કેવલીભગવંતો કંઈ ઘટને પટપણે જાણે એવું બનતું નથી. ઘટના અનંત ધર્મોને જાણે પણ જે ઘટ, પટ સ્વરૂપે છે જ નહીં તે ઘટને પટરૂપે કેમ જાણે ? યથાર્થજ્ઞાની છે. તે અયથાર્થ ન જાણે તેમ આદ્યશરીરની, અહોરાત્રની અને આદ્યમુક્તજીવની આદિ છે જ નહીં, તો કેવી રીતે જાણે? જો આદિ હોય તો અવશ્ય જાણે. પણ આદિ નથી માટે આદિ જાણતા નથી. તે આદિ નથી જાણતા. તેમાં કેવલજ્ઞાનની શક્તિ ન્યૂન નથી પણ આદિ હોત તો જાણત. આદિ નથી. માટે જાણતા નથી. આદિ નથી છતાં આદિ જાણે આમ જો કહીએ તો તે સર્વજ્ઞ અયથાર્થજ્ઞાની એટલે કે મિથ્યાજ્ઞાની છે આવો અર્થ થાય જે બરાબર નથી.
તેથી શરીરાદિ ત્રણેની આદિ નથી, અનાદિ છે અને જેમ અનાદિ છે. તેમ કેવલજ્ઞાની ભગવંતો આ બધી વસ્તુઓને અનાદિપણે જાણે છે. જે વસ્તુ જેમ હોય તેમ જાણવી એ કેવલજ્ઞાનનો વિષય છે. વસ્તુ પોતે જ અનાદિ છે તેથી તે સ્વરૂપે કેવલી ભગવંતો તે તે વસ્તુને જાણે છે. ll૧૮૫૯
આ મુક્તિની બાબતમાં બીજો પણ પ્રશ્ન અને ઉત્તર કહે છે. परिमियदेसेऽणंता किह माया मुत्तिविरहियत्ताओ । नेयम्मि व नाणाई दिट्ठीओ वेगरूवम्मि ॥१८६०॥ (परिमितदेशेऽनन्ताः कथं माता मूर्तिविरहितत्वात् । ज्ञेये वा ज्ञानानि, दृष्टयो वैकरूपे ॥)
ગાથાર્થ - પરિમિત ક્ષેત્રમાં અનંત સિદ્ધભગવંતો કેવી રીતે સમાયા ? મૂર્તતાનો વિરહ હોવાથી, જેમ એક શેય ઉપર અનંતજ્ઞાનો સમાય છે તેમ, અથવા એક એક રૂપી વસ્તુ ઉપર અનેક દૃષ્ટિઓ સમાય છે તેમ. /૧૮૬oll
વિવેચન - હે ભગવાન્ ! સિદ્ધભગવંતોના નિવાસવાળું “સિદ્ધાલય” પરિમિત ક્ષેત્ર છે. ૪૫ લાખ યોજન લાંબુ-પહોળું-ગોળ આકારવાળું, લોકાગ્ર ભાગે છે અને કાલ અનાદિ હોવાથી અનંતો ગયો છે. તેથી અનંતા જીવો મુક્તિપદ પામેલા છે. તેથી પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના ૪૫ લાખ યોજનવાળા પરિમિત ક્ષેત્રમાં અનાદિકાલથી મુક્તિપદને પામતા અનંતા સિદ્ધભગવંતો કેવી રીતે સમાઈ શકે? ક્ષેત્ર અલ્પ છે અને મુક્તાત્માઓ બહુ છે.