________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
ભગવાન તે અનંત મુક્તાત્માઓ “મૂર્તિ વિનાના છે” અર્થાત્ શરીરધારી નથી પણ અમૂર્ત છે. તેથી અલ્પક્ષેત્રમાં પણ અનંતા મુક્તાત્માઓ સમાઈ શકે છે. જ્યાં જ્યાં અમૂર્તતા હોય છે ત્યાં ત્યાં અનંતી વસ્તુઓ અલ્પક્ષેત્રમાં પણ સાથે રહી શકે છે જેમકે
(૧) ઘટ-પટ આદિ એક એક શેયદ્રવ્ય ઉપર મુક્ત અનંત આત્માઓનાં અનંતાં કેવલજ્ઞાન અને અનંતાં કેવલદર્શન પડે છે. અર્થાત્ એક નાની સોય હોય, તેને અનંત સિદ્ધભગવંતો દેખે છે. તેથી અનંત સિદ્ધભગવંતોનાં અનંતકેવલજ્ઞાનોની અને કેવલદર્શનની અનંતી દૃષ્ટિઓ તે નાની સોય ઉપર પણ એકી સાથે વર્તે છે તેમ અહીં પરિમિત ક્ષેત્રમાં પણ સિદ્ધ ભગવંતો અમૂર્ત હોવાથી અનંત જીવો સમાઈ શકે છે.
૪૪૩
(૨) ઓલમ્પિક જેવી અથવા મેચ જેવી હાલની કોઈ રમત કોઈ દેશિવશેષમાં જ્યારે રમાતી હોય છે ત્યારે અંગ કસરતના દાવ બતાવતી તે એક વ્યક્તિ ઉપર અથવા રન લેતી તે એક વ્યક્તિ ઉપર ત્યાં જોવા આવેલા લાખો લોકોની દૃષ્ટિઓ સમાય છે અથવા માંચડા ઉપર નાચ કરતી કોઈ એક નર્તકી ઉપર ત્યાં જોવા આવેલા હજારો લોકોની હજારો દૃષ્ટિઓ સમાઈ શકે છે. તેમ પરિમિત ક્ષેત્રમાં પણ અનંત સિદ્ધાત્માઓ અમૂર્ત હોવાથી સમાઈ શકે છે.
(૩) અથવા પરિમિત ક્ષેત્રવાળા એક ઓરડામાં હજારો લાઈટો ગોઠવી હોય તો હજારો દીપકની પ્રભાઓ સમાઈ શકે છે. જોકે આ હજારો દીપકની પ્રભા તો બાદર અગ્નિકાય જીવોનાં શરીર હોવાથી મૂર્ત વસ્તુ છે. તો પણ પરિમિત ક્ષેત્રમાં ઘણી પ્રભા સમાય છે. તો પછી સિદ્ધભગવંતો તો અમૂર્ત છે. તે અનંતા પરિમિત ક્ષેત્રમાં કેમ ન સમાય ? અર્થાત્ સારી રીતે સમાઈ શકે છે.
જો પ્રદીપપ્રભા જેવી મૂર્ત વસ્તુઓ ઘણી હોય તો પણ એક સ્થાનમાં એકીસાથે સારી રીતે સમાઈ શકે છે. તો સિદ્ધાત્માઓ તો અમૂર્ત પદાર્થ છે. તેઓનું તો પુછવું જ શું ? સારી રીતે પિરિમત ક્ષેત્રમાં પણ સમાઈ શકે છે. ૧૮૬૦ા
આ પ્રમાણે અનેક યુક્તિઓ વડે વિસ્તારપૂર્વક કર્મનો બંધ અને કર્મક્ષયથી થતી મુક્તિ સિદ્ધ કરીને હવે ભગવાન શ્રી મહાવીર પ્રભુ મંડિકે માનેલા વેદોના જે પદો છે તેના દ્વારા પણ બંધ-મોક્ષ સમજાવતાં કહે છે કે -
न ह वइ ससरीरस्सप्पियाप्पियावहतिरेवमाईणं ।
वेयपयाणं च तुमं, न सदत्थं मुणसि तो संका ॥१८६१ ॥
तुह बंधे मोक्खम्मिय, सा य न कज्जा, जओ फुडो चेव । ससरीरेयरभावो, नणु जो सो बंधमोक्खोत्ति ॥१८६२ ॥