________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૩૫
લોકથી આગળ જીવ-પુદ્ગલની ગતિ નથી. ગતિમાં અનુગ્રહ કરનારું જે દ્રવ્ય છે તે ધર્માસ્તિકાય છે અને તે લોકપ્રમાણ છે. ll૧૮૫૪
| વિવેચન - ઉપર સમજાવેલી ચર્ચાથી એક વાત નક્કી થાય છે કે જીવ અને પુદ્ગલ આ બન્ને દ્રવ્યો ગમનાગમન કરનારાં સક્રિય દ્રવ્યો છે. પરંતુ તે બન્ને દ્રવ્યોની ગતિ ચૌદ રાજ પ્રમાણ લોકાકાશથી આગળ (અલોકવાળા ક્ષેત્રમાં) થતી નથી. કારણ કે ગતિમાં સહાયક એવું એટલે કે અનુગ્રહ (મદદ) કરવાવાળું જે દ્રવ્ય છે. તે દ્રવ્ય ત્યાં (અલોકમાં) નથી. જેમ મત્સ્ય તરે છે પોતાની જ શક્તિથી, તો પણ તેને કરવામાં સહાયક જલદ્રવ્યની અપેક્ષા રહે છે. પોતાની શક્તિથી ગતિ કરતું હોવા છતાં પણ જ્યાં સુધી જ હોય છે ત્યાં સુધી જ ગતિ કરે છે. જલના અભાવવાળા રેતાળ પ્રદેશમાં તે મત્સ્ય ગતિ કરતું નથી. તેમ જીવ-પુદગલો પણ પોતાના સક્રિયત્વ સ્વભાવના કારણે ગતિમાન હોવા છતાં પણ
જ્યાં સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય હોય છે ત્યાં જ ગતિ કરે છે. તેથી અલોકમાં જીવપુદ્ગલોની ગતિ થતી નથી.
અહીં લખવા-વાંચવામાં સૂર્ય-ચંદ્ર અને દીપકના પ્રકાશની સહાય, પક્ષી આદિને ઉડવામાં પવનની સહાય વગેરે ઉદાહરણો પણ સ્વયં સમજી લેવાં. આ રીતે અલોકમાં અનુગ્રહ કરનારા દ્રવ્યનો (ધર્માસ્તિકાય દ્રવ્યનો) અભાવ છે. તેથી જીવ અને પુદ્ગલોની લોકથી આગળ ગતિ હોતી નથી.
જીવ અને પુદ્ગલોને ગતિમાં અપેક્ષાકારણભૂત જે દ્રવ્ય છે તે ધર્માસ્તિકાય દ્રવ્ય છે અને તે લોકાકાશપ્રમાણ છે. ચૌદ રાજ વગેરે પ્રમાણવાળું આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. તેના કારણે લોકાકાશ પણ તેવો જ છે. ll૧૮૫૪
अत्थि परिमाणकारी, लोगस्स पमेयभावओऽवस्सं । नाणं पिव नेयस्सालोगत्थित्ते य सोऽवस्सं ॥१८५५॥ (अस्ति परिमाणकारी, लोकस्य प्रमेयभावतोऽवश्यम् । ज्ञानमिव ज्ञेयस्यालोकास्तित्वे च सोऽवश्यम् ॥)
ગાથાર્થ - જેમ જોય એ પ્રમેય હોવાથી તેનો પરિચ્છેદ કરનાર જ્ઞાન છે તેમ લોક પણ પ્રમેય હોવાથી લોકના પરિમાણને કરનારો કોઈક પદાર્થ અવશ્ય છે અથવા તે પરિમાણ કરનારું દ્રવ્ય અલોકના અસ્તિત્વમાં અવશ્ય સ્વીકારવું જોઈએ. /૧૮૫૫ll
વિવેચન - ઘટ-પટ આદિ પદાર્થો શેય છે. તે પદાર્થોને શેય તો જ કહેવાય છે.