________________
ગણધરવાદ
૧૭૫
ત્રીજા ગણધર - વાયુભૂતિ नणु पच्चक्खविरोहो गोयम ! तं नाणुमाणभावाओ । तुह पच्चक्खविरोहो, पत्तेयं भूयचेयत्ति ।। १६५६ ।। (ननु प्रत्यक्षविरोधो गौतम ! तन् नानुमानभावात् ।
તવ પ્રત્યક્ષવરોધ, પ્રત્યેવં ભૂતવેતનેતિ II)
ગાથાર્થ- હે ભગવાન્ ! આમ માનવામાં પ્રત્યક્ષવિરોધ આવે છે. હે ગૌતમ ! આત્મસાધક અનુમાન હોવાથી પ્રત્યક્ષવિરોધ આવતો નથી. પરંતુ “પ્રત્યેક ભૂતોમાં ચેતના છે” એમ માનવામાં તમને પ્રત્યક્ષ વિરોધ આવે છે. ll૧૬૫૬ //
વિવેચન- વાયુભૂતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને પૂછે છે કે હે પ્રભુ ! ચારે ભૂતોના સમુદાયાત્મક બનેલા એવા શરીરમાં પ્રત્યક્ષ (સાક્ષાત) ચેતના દેખાય છે. સાક્ષાત્ ભૂતસમુદાયમાં ચેતના દેખાતી હોવા છતાં “આ ચેતના તે ભૂતસમુદાયની નથી” આમ કહેવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. જેમ ઘટ, પટ વગેરે પદાર્થોમાં સાક્ષાત્ દેખાતા રૂપાદિ ચારે ગુણોને આ ગુણો ઘટના નથી, આ ગુણો પટના નથી આમ કહેવું તે જેમ સાક્ષાત્ વિરુદ્ધ છે તેમ ભૂતસમુદાયમાં ચેતના દેખાતી હોવા છતાં આ ચેતના ભૂતસમુદાયની નથી આમ કહેવું તે પણ અતિશય વિરુદ્ધ છે.
પરમાત્મા કહે છે કે હે વાયુભૂતિ ! તમારી વાત સર્વથા અયુક્ત છે. (ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિ સગાભાઈ હોવાથી સમાન ગોત્રવાળા છે. તેથી મૂલગાથામાં હે ગૌતમ ગોત્રવાળા એવું મીઠું આમંત્રણવાચી વચન કહેલ છે.) તમારી વાત કેમ અયુક્ત છે ? તો તેનો ઉત્તર તમે સાંભળો
પૃથ્વી (એટલે કે માટી) પાણી-ખાતર અને પવન વગેરે નિમિત્તભૂત પદાર્થોના સમુદાયમાત્રથી ઉત્પન્ન થતી વનસ્પતિ પ્રત્યક્ષ-સાક્ષાત્ દેખાય છે. તો પણ તે વનસ્પતિની ઉત્પત્તિ પૃથ્વી-પાણી-ખાતર અને પવન વગેરે નિમિત્તકારણ માત્રથી જ થતી નથી, તે વનસ્પતિ નિમિત્તભૂત એવા બાહ્ય પૃથ્વી આદિ ચાર પદાર્થો વિના મૂલભૂત ઉત્પાદકતત્ત્વ બીજ નામનો જુદો જ પદાર્થ છે. ભલે તે બીજ દૃષ્ટિગોચર થતું ન હોય તો પણ વનસ્પતિ અને અંકુરા આદિની ઉત્પત્તિનું મૂલભૂત કારણ તત્ત્વ સ્વરૂપે બીજ છે. આ વાત બીજસાધક અનુમાનથી સિદ્ધ થાય છે.
જો ભૂમિમાં બીજ વાવવામાં આવ્યું ન હોય તો પૃથ્વી આદિ સામગ્રી હોવા છતાં પણ વનસ્પતિની ઉત્પત્તિ થતી નથી. આ અનુમાન વડે “પૃથ્વી આદિ બાહ્ય નિમિત્તો વડે જ વનસ્પતિ ઉત્પન્ન કરાય છે” આવો પ્રત્યક્ષ જણાતો અનુભવ બાધિત થાય છે. તે જ