________________
૧૧૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
( एवमपि दृष्टफला क्रिया, न कर्मफला प्रसक्ता ते । सा तन्मात्रफलैव यथा, मांसफलः पशुविनाशः ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - એમ માનીએ તો પણ દાનાદિ સર્વે ધર્મક્રિયા દંષ્ટફળવાળી જ થશે પણ કર્મબંધરૂપ અદૃષ્ટ ફળવાળી થશે નહીં. જેમ પશુવિનાશની ક્રિયા માંસની પ્રાપ્તિના જ માત્ર ફળવાળી છે તેમ તે દાનાદિ ક્રિયા તન્માત્ર ફળવાળી અર્થાત્ દૃષ્ટમાત્ર ફળવાળી જ થશે.
//૧૬૧૮/
વિવેચન - ગાથા ૧૬૧૫ માં દૃષ્ટાન્તરૂપે આપેલ ખેતીની ક્રિયાનું આલંબન લઈને સર્વે પણ ક્રિયાઓ માત્ર દૃષ્ટફળવાળી જ હોય છે. અદૃષ્ટ (એવા કર્મબંધના) ફળવાળી છે જ નહીં. આવો પ્રશ્ન કરતાં અગ્નિભૂતિ ભગવાનને કહે છે કે -
હે ભગવાન્ ! ‘‘વપિ'' તમે આમ કહો છો તેથી પણ એટલે કે ખેતીની ક્રિયા એ ક્રિયા હોવાથી ધાન્યનિષ્પત્તિ એ તેનું ફળ છે. તેમ સર્વે પણ ક્રિયા ફળવાળી જ હોય છે. માટે દાનાદિ ક્રિયા પણ ફળવાળી છે. આવું તમે સમજાવો છો. તેથી તમારા કહેલા ખેતીની ક્રિયાના દૃષ્ટાન્તથી પણ દાનાદિની ક્રિયા દૃષ્ટફળ વાળી જ સિદ્ધ થશે. પણ અદૃષ્ટ ફળવાળી (કર્મબંધના ફળવાળી) સિદ્ધ થતી નથી. તે આ પ્રમાણે -
કોઈપણ ખેડુત લોકો જ્યારે જ્યારે ખેતી કરે છે ત્યારે ત્યારે “મને ઘણા ઘણા ધાન્યની પ્રાપ્તિ થાય” એનું જ લક્ષ્ય રાખીને ખેતી કરે છે અને વરસાદ આદિ સાનુકુલ સંજોગો મળતાં ખેતીનું આ જ ફળ મળે છે. તે ધાન્યનિષ્પત્તિ રૂપ ફળ પ્રાપ્ત થવાથી જ ખેતી કરનાર પોતાની મહેનતને સફળ માને છે. મેં જે ખેતી કરી તેણે સારું ફળ મને આપ્યું. આમ માનીને તે ખુશ ખુશ થાય છે. તેવી જ રીતે દાનાદિ ક્રિયા કરનારાને પણ તે લોકપ્રશંસા, માનપ્રાપ્તિ અને મહત્ત્વપ્રાપ્તિ રૂપ કંઈક ને કંઈક દૃષ્ટ ફળમાત્ર જ હો. તે ક્રિયાની પાછળ પુણ્ય-પાપના બંધરૂપ અદૃષ્ટ ફળ છે આવું માનવાની શી જરૂર ? તમારું કહેલું ખેતીની ક્રિયાનું દૃષ્ટાન્ત જ દાનાદિ અને હિંસાદિ ક્રિયાને દૃષ્ટ ફળવાળી જ સિદ્ધ કરે છે.
આ જ દૃષ્ટાન્ત હિંસાદિ ક્રિયામાં પણ લાગુ પડે જ છે. જેમ ખેતીની ક્રિયા ધાન્યનિષ્પત્તિ રૂપ દૃષ્ટ ફળમાત્રવાળી છે તેમ કોઈ માંસાહારીએ પશુની હત્યા કરી તો તે પશુનો વિનાશ કરવાની ક્રિયા પણ માંસભક્ષણ કરવારૂપ માત્ર દૃષ્ટફળ માટે જ છે. પશુનો વિનાશ કરનારો કોઈ પણ કસાઈ આ ક્રિયા કરવાથી મને અદૃષ્ટ એવો પાપબંધ થાઓ એવી ઈચ્છાથી પશુનો વિનાશ કરવાની ક્રિયા કરતો નથી. પરંતુ માત્ર માંસભક્ષણ રૂપ દેષ્ટફળ જ મને પ્રાપ્ત થાઓ, એમ સમજીને તે માટે જ આ હિંસા કરે છે. તેથી પણ સિદ્ધ થાય