________________
૧૧૩
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ પરમ ” દિવસે દિવસે વધતો છે દાન આપવાની ઈચ્છાવાળો પરિણામ જેનો એવો આ જીવ ફરી દાનાદિ ક્રિયામાં જ વધારે ને વધારે જોડાય છે. એટલે ચિત્તની પ્રસન્નતા નામની જે ક્રિયા છે તેનું ફળ દાનાદિ ક્રિયા જ માની લો કે જે પ્રત્યક્ષ દેખાય તેવું ફળ છે અને જ્યાં સુધી દૃષ્ટફળ સંભવતું હોય ત્યાં સુધી અષ્ટફળ જે કર્મબંધ, તે માનવાની શું જરૂર?
સારાંશ કે દાનાદિ ક્રિયાનું ફળ ચિત્તની પ્રસન્નતા અને ચિત્તની પ્રસન્નતાનું ફળ પુનઃ દાનાદિ ક્રિયા, તેનું ફળ પુનઃ ચિત્તની પ્રસન્નતા, વળી તેનું ફળ પુનઃ દાનાદિ ક્રિયા, આમ જ માનો ને? અદૃષ્ટ એવા કર્મફળને વચ્ચે માનવાની જરૂર શું છે? દૃષ્ટફળ માત્ર માનવાથી વાર્તા સમાપ્ત થઈ જાય છે. અદૃષ્ટ ફળ કલ્પવાની કંઈ જરૂર જ નથી.
ઉપરોક્ત મનની કલ્પના વ્યાજબી નથી. જે દાનાદિ ક્રિયા છે તે ચિત્તની પ્રસન્નતાદિમાં નિમિત્તકારણ છે. “જે જેનું નિમિત્તકારણ હોય છે તે તેનું ફળ સંભવી શકતું નથી.” જેમ માટીનો પિંડ એ ઘટનું નિમિત્તકારણ છે એટલે કે ઘટ બનાવવામાં ઉપાદાન કારણ છે. તેથી ઘટકાલના પૂર્વકાલમાં તેની વૃત્તિ હોય છે. તે માટીનો પિંડ કંઈ ઘટનું ફળ બની શકતો નથી. કારણ કે ફળ તો પશ્ચાત્કાલવર્તી હોય છે. તેવી જ રીતે જે દાનાદિ ક્રિયા છે તે ચિત્તની પ્રસન્નતામાં નિમિત્ત કારણ બને છે તેથી દાનાદિ ક્રિયા ચિત્તની પ્રસન્નતાના પૂર્વકાલવર્તી છે. તે દાનાદિ ક્રિયા ચિત્તની પ્રસન્નતા આદિનું ફળ કેમ બની શકે? કારણ કે ફળ તો ઉત્તરકાલવતી હોય છે. માટે તે દાનાદિ ક્રિયા એ ચિત્તની પ્રસન્નતા આદિનું ફળ નથી. પણ ચિત્તની પ્રસન્નતા આદિનું કારણ ચોક્કસ છે. દાનાદિ ઉત્તમ ધર્મક્રિયા કરવાથી, યોગ્ય સુપાત્રમાં દાનાદિ થવાથી ચિત્તમાં આહ્વાદ આદિ પ્રગટ થતો પ્રત્યક્ષ દેખાય જ છે. આ રીતે જે જેનું કારણ (પૂર્વકાલવતી) હોય છે તે તેનું ફળ (ઉત્તર કાલવતી) થવાને યોગ્ય નથી. જેમ મૃર્મિંડ એ ઘટનું કારણ છે. પરંતુ ઘટનું ફળ નથી. ઘટનું ફળ તો જલાધારાદિ છે. તેમ દાનાદિ ક્રિયા એ ચિત્તની પ્રસન્નતા આદિનું નિમિત્તકારણ છે. પણ ફળ નથી.
આ રીતે વિચારતાં જેમ દાનાદિ ક્રિયા એ ક્રિયા છે. તેથી તેનું ફળ ચિત્તપ્રસન્નતા આદિ દેખફળ છે તેવી જ રીતે ચિત્તની પ્રસન્નતા એ પણ એક પ્રકારની ક્રિયા જ છે. તેથી તેનું પણ કંઈક ફળ અવશ્ય હોવું જ જોઈએ. ત્યાં દૃષ્ટફળ દેખાતું નથી. માટે પુણ્યબંધ અને પાપબંધ રૂપ કર્મબંધ સ્વરૂપ અષ્ટફળ અવશ્ય છે જ. ll૧૬૧૭ll
एवं पि दिट्ठफलया, किरिया न कम्मफला पसत्ता ते । सा तम्मेत्तफलच्चिय, जह मंसफलो पसुविणासो ॥१६१८॥