________________
૧૧૫
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ છે કે દાનાદિની શુભક્રિયા કે હિંસાદિની અશુભ ક્રિયા દૃષ્ટમાત્ર ફળવાળી જ છે. કારણ કે દૃષ્ટફળ આપે તેટલા માત્રથી જ કર્તાનું પ્રયોજન સમાપ્ત થઈ જાય છે. કર્તા ત્યાં જ પોતાની ખુશી મનાવી લે છે. માટે અદૃષ્ટ ફળવાળી નથી. જેમ ખેતીની ક્રિયાનું ફળ ધાન્યપ્રાપ્તિ છે તેમ દાનાદિ ક્રિયાનું ફળ શ્લાઘાદિ છે. (પ્રશંસા-માન-મોભો વધે તે જ ફળ છે) અને પવિનાશ આદિનું ફળ માંસની પ્રાપ્તિ થવી તે છે. તે વિના પુણ્યબંધ કે પાપબંધ રૂપ કર્મફળ છે આ તમારી વાત બરાબર નથી. આ પ્રમાણે અગ્નિભૂતિ ભગવાનને કહે છે. ll૧૬૧૮.
पायं व जीवलोग, वट्टइ दिट्ठफलासु किरियासु ।
अदिट्ठफलासुं पुण, वट्टइ नासंखभागो वि ॥१६१९॥ (प्रायो वा जीवलोको, वर्तते दृष्टफलासु क्रियासु ।
अदृष्टफलासु पुनर्वर्तते नासंख्यभागोऽपि ॥)
ગાથાર્થ – ઘણું કરીને લોકમાં રહેલા સર્વે સંસારી જીવો પણ દષ્ટ ફળવાળી ક્રિયામાં જ પ્રવૃત્તિ કરતા દેખાય છે. અદૃષ્ટ ફળવાળી ક્રિયામાં આ લોકમાં જે જીવો પ્રવર્તે છે તે લોકનો અસંખ્યાતમો ભાગ પણ વર્તતો નથી. તેથી પણ ક્રિયા દેખફળ માત્ર વાળી જ છે. //૧૬ ૧૯il.
વિવેચન - ખેતીની ક્રિયાની જેમ દાનાદિ ક્રિયા અને પશુવિનાશનાદિ ક્રિયા પણ માત્ર દૃષ્ટફલવાળી જ છે, પણ અદૃષ્ટ ફળવાળી નથી. આ વાત સિદ્ધ કરવા અગ્નિભૂતિ ભગવાનની સામે સંસારમાં રહેલા જીવલોકનું ઉદાહરણ આપીને પોતાના તરફથી દલીલ કરી રહ્યા છે કે હે ભગવાન્ ! સંસારી જીવો પણ જેનું ફળ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર છે તેવી જ ક્રિયામાં ઘણું કરીને પ્રવર્તતા દેખાય છે. ખેતીની ક્રિયા, વેપારની ક્રિયા, રસોઈની ક્રિયા, લગ્નની ક્રિયા, રમતગમ્મતની ક્રિયા, ચોરી કરવાની ક્રિયા અનુક્રમે ધાન્યપ્રાપ્તિ માટે, ધનપ્રાપ્તિ માટે, ભોજન માટે, સંસારિક સુખભોગ માટે, આનંદપ્રમોદ માટે અને ધનાદિની પ્રાપ્તિ માટે જ લોકો કરે છે. આમ સર્વે પણ લોકો દેખફળ માટે જ સર્વ ક્રિયા કરે છે. ઉપરોક્ત ક્રિયાઓથી મને પુણ્ય બંધાય કે મને પાપ બંધાય એમ અષ્ટફળ મને મળજો એવા આશયથી કોઈ જીવ કોઈ ક્રિયા કરતો નથી.
તથા દાનાદિ ધર્મક્રિયા કરવાથી પુણ્યબંધ સ્વરૂપ અદષ્ટ ફળ થાય છે આવું સમજનારા અને પશુહિંસાદિ કરવાથી પાપબંધરૂપ અષ્ટફળ થાય છે આવું સમજનારા લોકો તો આ સંસારમાં રહેલા સર્વે જીવોનો અસંખ્યાતમો ભાગ માત્ર જ (તમારા જેવા