________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
પ્રાણિ =
અતૃપ્તિ = અસંતોષ ઉત્પન્ન કરવાની શક્તિવિશેષ. વિતૃષ્ણતા વિશેષ વિશેષ પાન કરવાની તાલાવેલીની શક્તિ.
ધાવડીનાં પુષ્પોમાં ભ્રમિ છે. ગોળમાં ધ્રાણિ છે અને ઉદકમાં વિતૃષ્ણતા છે. તેથી સમુદાયમાં મદશક્તિ ઉત્પન્ન થાય છે. તેવી રીતે વ્યસ્ત એવાં પૃથ્વી-જળ-તેજ અને વાયુમાં કંઈક આંશિક માત્રાએ પણ જો ચેતનાશક્તિ હોત તો તે ચારે ભૂતોના સમુદાયમાં પણ અવશ્ય સંપૂર્ણ એવી સ્પષ્ટ ચેતના હોત. પરંતુ ‘ન ચૈતસ્તિ’' આ પ્રત્યેક અંગોમાં આંશિક પણ ચૈતન્ય નથી. તેથી ચાર ભૂતોના સમુદાય માત્રથી ઉત્પન્ન થયેલું આ ચૈતન્ય નથી. પરંતુ ચાર ભૂતોના બનેલા શરીરમાં રહેલું અને ચાર ભૂતોના બનેલા શરીરથી ભિન્ન એવું સ્વતંત્રપણે રહેલું આત્મા નામનું જે દ્રવ્ય તે દ્રવ્યનો જ ધર્મ આ ચેતના છે. ૧૬૫૩॥
ગણધરવાદ
=
૧૭૧
ધાવડીનાં પુષ્પ આદિ મદિરાનાં પ્રત્યેક અંગમાં મદશક્તિ સર્વથા નથી જ. આમ માનીએ તો શું દોષ આવે ? આવા પ્રશ્નનો ઉત્તર કહે છે કે -
जइ वा सव्वाभावो वीसुं, तो किं तदंगनियमोऽयं । तस्समुदयनियमो वा अन्नेसु वि तो हवेज्जाहि ॥१६५४॥ ( यदि वा सर्वाभावो विष्वक्, ततः किं तदङ्गनियमोऽयम् । तत्समुदयनियमो वाऽन्येष्वपि ततो भवेत् ॥ )
ગાથાર્થ - જો ધાવડી-પુષ્પ વગેરે મદ્યના અંગોમાં પ્રત્યેકમાં સર્વથા મદશક્તિનો અભાવ જ હોય તો તે જ અંગોનો આ નિયમ કેમ ? અથવા તે અંગોનો જ સમુદાય કરવાની શું જરૂર ? અન્ય અંગોનો સમુદાય થાય, તો તેમાં પણ “મદશક્તિ” થવી જોઈએ. ૧૬૫૪॥
વિવેચન - ચારે ભૂતોમાં પ્રત્યેકમાં ચેતના નથી અને તે ચારે ભૂતોના સમુદાયમાં ચેતનાશક્તિ ઉત્પન્ન થાય છે આવું માનનારા વાયુભૂતિએ પોતાની માનેલી આ માન્યતાને સિદ્ધ કરવા મદ્યાંગના સમુદાયમાં મદશક્તિનું જે ઉદાહરણ આપેલું હતું તેનું નિરસન ૧૬૫૩ મી ગાથામાં કરવામાં આવ્યું કે મદ્યના એકે-એક અંગમાં મદશક્તિ છે. તો જ સમુદાયમાં મદશક્તિ પ્રગટ થાય છે તેવું ચાર ભૂતોના સમુદાયમાં નથી.
આ બાબતમાં બચાવ કરતા તે વાયુભૂતિ ભગવાનને પ્રશ્ન કરે છે કે જો મદ્યના પ્રત્યેક અંગમાં મદશક્તિ નથી જ, અને સમુદાયમાં જ મદશક્તિ ઉત્પન્ન થાય છે. આમ માનીએ તો શું દોષ આવે ? મદ્યના એક-એક અંગમાં મદક્તિ નથી પણ સમુદાયમાં