________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૭૫
જીવ અને ઈન્દ્રિયોનો અભેદ જ છે. આમ પ્રશ્ન કરવામાં આવે તો તે બરાબર નથી તે સમજાવતાં કહે છે કે -
तदुवरमे वि सरणओ, तव्वावारे वि नोवलंभाओ । इंदियभिन्नो नाया, पंचगवक्खोवलद्धा वा ॥१८९४॥ (तदुपरमेऽपि स्मरणतस्तद्व्यापारेऽपि नोपलम्भात् । इन्द्रियभिन्नो ज्ञाता, पञ्चगवाक्षोपलब्धेव ॥)
ગાથાર્થ - ઈન્દ્રિયોનો વ્યાપાર વિરામ પામે છતે પણ સ્મરણ થતું હોવાથી અને ઈન્દ્રિયોનો વ્યવહાર હોય તો પણ જ્ઞાન થતું ન હોવાથી પાંચ બારી દ્વારા જોનારા દેવદત્તની જેમ આત્મા પાંચ ઈન્દ્રિયોથી ભિન્ન છે. ૧૮૯૪ll
વિવેચન - જ્ઞાન કરનારો આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. અર્થાત્ જે ઈન્દ્રિયો છે તે જ આત્મા નથી. આત્મા અને ઈન્દ્રિયો ભિન્ન છે. કારણ કે ઈન્દ્રિયો અટકી જાય તો પણ તેના દ્વારા જાણેલા વિષયોનું સ્મરણ થાય છે માટે આત્મા ભિન્ન છે. જેમકે ચક્ષુ દ્વારા કોઈ પુરુષે કોઈ રમણીને જોઈ. ત્યારબાદ તે રમણી ચાલી ગઈ અથવા પ્રયોજનવશથી તે પુરુષે ચક્ષુને રમણી ઉપરથી હઠાવીને અન્ય કાર્યમાં જોડી. હવે ચક્ષુ દ્વારા જોવાનો વેપાર રમણી સાથે નથી, તો પણ જોયેલી તે રમણીના વિષયનું સ્મરણ થાય છે. તેથી જોનાર, જોઈને જ્ઞાન કરનાર અને કાલાન્તરે સ્મરણ કરનાર ચક્ષુરિન્દ્રિય નથી. પણ ચક્ષુથી ભિન્ન એવો દેવદત્ત આદિનો આત્મા છે.
એવી જ રીતે ચક્ષુ આદિ ઈન્દ્રિય તે તે વિષય ઉપર (રમણી આદિ પદાર્થ ઉપર) પડતી હોય, તેના વિષયની મર્યાદામાં વસ્તુ પડી હોય, ચક્ષુનો વ્યવહાર બરાબર ચાલુ હોય પણ ઉપયોગ બીજા વિષયમાં પ્રવર્તતો હોય. મન બીજા વિચારોમાં રોકાયું હોય તો ઈન્દ્રિયોનો વિષય સાથે વ્યવહાર ચાલુ હોવા છતાં પણ તે તે વિષયનું જ્ઞાન થતું નથી. માટે પણ ઈન્દ્રિયો પોતે જ્ઞાન કરનારી નથી. ઈન્દ્રિયોથી ભિન્ન આત્મા છે. અને તે આત્મા જ જ્ઞાન કરનાર છે.
વળી ઈન્દ્રિયો પુદ્ગલની બનેલી હોવાથી અચેતન છે, જડ છે. જ્યારે આત્મા ચેતન છે, જીવ છે. માટે પણ આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે.
જેમ કોઈ એક ઘરની પાંચ બારીઓ હોય અને તે પાંચે બારીઓથી જોનારોજાણનારો દેવદત્ત આદિ નામવાળો પુરુષ બારીઓથી જુદો હોય છે. કારણ કે બારીથી