________________
૪૭૬ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ રમણી આદિ વસ્તુને જોયા પછી બારી બંધ થઈ જાય તો પણ પૂર્વે જોયેલા રમણી વગેરે પદાર્થોનું સ્મરણ થાય છે. માટે બારીઓ અને જોનારો દેવદત્ત જેમ જુદા છે. તેમ આત્મા અને ઈન્દ્રિયો જુદી છે. ઈન્દ્રિયો બારીતુલ્ય છે અને આત્મા જોનારા એવા દેવદત્તાદિની તુલ્ય છે. ll૧૮૯૪ો.
કદાચ અહીં આવો પ્રશ્ન થાય કે ઈન્દ્રિયો દ્વારા જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કરતાં ઘણું વધારે હોય છે. તો આ પ્રશ્ન પણ વ્યાજબી નથી, અયુક્ત છે. તે સમજાવે છે.
जो पुण अणिंदिउच्चिय जीवो सव्वप्पिहाणविगमाओ । सो सुबहुयं वियाणइ, अवणीयघरो जहा दट्ठा ॥१८९५॥ (ઃ પુનઃનિન્દ્રિય પર્વ નીવઃ સર્વપિધાનવિયામાત્ | स सुबहुकं विजानात्यपनीतगृहो यथा दृष्टा ॥)
ગાથાર્થ - જેમ સર્વથા ઘરમાંથી બહાર આવેલો પુરુષ ઘણું જોઈ શકે છે તેમ સર્વ આવરણ ચાલ્યાં જવાથી અનિન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન વાળો જીવ જ અતિશય બહુને જાણે છે. ll૧૮૯૫ll
- વિવેચન - જે જીવ અનિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનવાળો છે અર્થાત્ કેવલજ્ઞાનથી સંપન્ન છે. તે અનિન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાન જે આત્માને વર્તે છે. તે આત્મા ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનવાળા જીવ કરતાં સુબહુ=અતિશય ઘણું જાણે છે. કારણ કે તેનાં સર્વ આવરણોનો વિગમ થયો છે. જ્ઞાન ઉપરનાં સર્વ ઢાંકણોનો ક્ષય થયેલો છે. તેથી ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા પુરુષ કરતાં અનિન્દ્રિય જ્ઞાનવાળો પુરુષ ઘણું વધારે જાણે છે. જેમ પાંચ બારીવાળું ઘર હોય અને તેવા ઘરની અંદર રહેલો પુરુષ બારીઓ દ્વારા જેટલું જાણી શકે તેના કરતાં સર્વથા ઘરને છોડીને ઘર બહાર ખુલ્લા આકાશવાળા ક્ષેત્રપ્રદેશમાં ઉભેલો મનુષ્ય અવશ્ય સુબહુ જ જાણે છે. તેમ અહીં ઈન્દ્રિયો બારીતુલ્ય છે. તેના દ્વારા જે જણાય તેના કરતાં બધાં જ આવરણો
જ્યારે ચાલ્યાં જાય છે ત્યારે કેવલજ્ઞાની પુરુષો અવશ્ય વધારે જ જાણે છે. એટલું જ નહીં પરંતુ સંપૂર્ણ જાણે છે. ll૧૮૯પી
વધારે વિચાર કરીએ તો ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ જ નથી, પરોક્ષ જ છે. તેનું કારણ સમજાવે છે -
न हि पच्चक्खं धम्मंतरेण तद्धम्ममेत्तगहणाओ । कयगत्तओ वि सिद्धी, कुंभाणिच्चत्तमेत्तस्स ॥१८९६॥