________________
૩૫૪
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ફળ આપ્યા વિના જ નાશ પામનારી થશે. તેથી કૃતનાશ દોષ પણ ન્યાયની પરિભાષા પ્રમાણે આવશે.
અથવા “સર્વથા કર્મોનો અભાવ જ થવાનો દોષ આવશે.” આ ભવમાં કરાતી દાન-શીલાદિ ધર્મક્રિયાઓ અને હિંસાદિ પાપક્રિયાઓ પરભવને આશ્રયી કંઈપણ ફળ આપતી નથી. એટલે કે શુભક્રિયાઓથી પુણ્ય અને અશુભક્રિયાઓથી પાપ બંધાતું જ નથી. આવું જ જો મનાય તો “કર્મ જેવું કોઈ તત્ત્વ” છે જ નહીં એવો જ અર્થ થશે. હવે જો કર્મ જેવું કોઈ તત્ત્વ જ ન હોય તો જ્યારે જીવ મૃત્યુ પામે ત્યારે કોઈ પુણ્ય-પાપ કર્મ જ ન હોવાથી કારણના અભાવે ભવાન્તરમાં જવાનું પણ બનશે નહીં. એટલે ભવાન્તર જ ઘટશે નહીં, અને જો કર્મના અભાવથી ભવાન્તર જ ન હોય તો ભવાન્તરમાં સદેશતા જ મળવાની તમારી જે વાત છે. તે તો દૂર જ ધકેલાઈ થશે.
હવે કદાચ આવો બચાવ કરો કે પરભવને આશ્રયી કરાતી ક્રિયાઓ નિષ્ફળ છે. તેથી કર્મોનો બંધ થતો નથી. પરંતુ કર્મ વિના પણ જીવ ભવાન્તરમાં જાય છે. તેથી ભવાન્તર છે તથા કર્મ વિના સદેશતા પણ છે. આવું જ કહો તો ભવાન્તર નિષ્કારણ જ થયો, કર્મકારણ વિના જ થયો, એવો જ અર્થ થશે. હવે જો આમ જ હોય એટલે કે પરભવ નિષ્કારણ જ આવતો હોય તો તેનો નાશ પણ નિષ્કારણ જ થશે, આમ થવાથી તપ-જાપ-સ્વાધ્યાય-ધ્યાનાદિ ધર્માનુષ્ઠાનો નિષ્ફળ થશે. મોક્ષમાં ગયેલા જીવોને પણ જન્મજરા-મરણ થશે અને પાપી જીવોને પણ મૃત્યુ બાદ વિના કારણે મુક્તિ થશે. આવા ઘણા ઘણા દોષો આવશે.
વળી જો કર્મ જેવું કોઈ કારણ છે જ નહીં અને એમને એમ નિષ્કારણ જ આ જીવને ભવાન્તરમાં સદેશતા મળતી હોય તો એમને એમ નિષ્કારણ જ આ જીવને ભવાન્તરમાં વિસરેશતા પણ પ્રાપ્ત થાય આવું કેમ ન બને ? કોઈ વિશેષતા તો રહેતી જ નથી. જેમ કર્મ કારણ વિના સંદેશતા આવે છે તેમ કર્મ કારણ વિના વિદેશતા પણ હોઈ શકે છે. આ રીતે તમારો પક્ષ બરાબર નથી. ll૧૭૮૩-૧૭૮૪
સદેશતાની જેમ કર્મજન્ય વિદેશતા પણ છે. આ બાબતમાં ફરીથી પ્રશ્ન કરીને તેનો ઉત્તર આપતાં કહે છે -
कम्माभावे वि मई, को दोसो होज जइ सभावोऽयं । जह कारणाणुरूवं घडाइ कजं सहावेणं ॥१७८५॥