________________
૩૫૫
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ (कर्माभावेऽपि मतिः को दोषो भवेद् यदि स्वभावोऽयम् । यथा कारणानुरूपं घटादि कार्यं स्वभावेन ॥)
ગાથાર્થ - જેમ (કર્મ વિના) કારણને અનુરૂપ ઘટ-પટાદિ કાર્ય તથાસ્વભાવે જ થાય છે. તેમ કર્મના અભાવમાં જ આ સ્વાભાવિક સંસાર છે. આવી બુદ્ધિ કરીએ (આવું માનીએ) તો શું દોષ ? ll૧૭૮૫
વિવેચન - આ બાબતમાં સુધર્મપંડિત આવો પ્રશ્ન કરે છે કે કર્મ જેવું તત્ત્વ ન માનીએ એટલે ધારો કે કર્મ નથી, કર્મ વિના સ્વાભાવિકપણે જ આ સંસાર છે આમ માનીએ તો શું દોષ ? જેમ મૃતિંડ ઘટનું કારણ છે અને તખ્તસમૂહ પટનું કારણ છે. તેમાંથી અનુક્રમે ઘટ અને પટ કાર્ય બને છે. મૃર્લિંડમાંથી બનતા ઘટમાં અને તખ્તસમૂહમાંથી બનતા પટમાં કર્મ જેવું કોઈ કારણ નથી. છતાં તથાસ્વભાવે જ કારણને અનુરૂપ કાર્ય થાય છે. તેવી જ રીતે કર્મતત્ત્વ ન માનીએ તો પણ જે જીવ આ ભવમાં જેવો હોય તેવો જ પરભવમાં તથાસ્વભાવે થાય છે. આમ સ્વાભાવિકપણે જ પ્રાણીઓના સદેશ એવા જન્મોની પરંપરાવાળો આ સંસાર છે આમ માનીએ તો શું દોષ? જેમકે માટીમાંથી પટ બનતો નથી અને તજુમાંથી ઘટ બનતો નથી એટલે સ્વાભાવિકપણે વિસદેશ કાર્ય થતું નથી પણ સદેશ કાર્ય જ થાય છે અને તેમાં કર્મતત્ત્વ કારણ નથી. તેવી જ રીતે અહીં જીવોના જન્મની પરંપરા પણ કર્મ વિના જ માની લોને ?
ઉત્તર - ઘટ-પટ કાર્યો પણ માટી અને તજુમાંથી એમને એમ સ્વાભાવિકપણે થતાં નથી, માટીનો ઢગ કરીએ તો પોતાની મેળે ઘડા બની જાય અને તખ્તઓનો ઢગ કરીએ એટલે પોતાની મેળે સ્વાભાવિક રીતે પટ બની જાય એવું બનતું નથી. તે બનાવવામાં કર્તા અને કરણ આ બન્ને કારકની અપેક્ષા અવશ્ય રહે જ છે. કુલાલ-કર્તા અને દંડ-ચક્રાદિ કરણની સામગ્રી મળે તો જ માટીમાંથી ઘટ બને છે. વણકર-કર્તા અને તુરી-વેમાદિ કરણની સામગ્રી મળે તો જ તખ્તસમૂહમાંથી પટ બને છે. કર્તા અને કરણના વ્યવસાય વિના કેવલ એકલા સમવાયિકારણમાંથી આપોઆપ સ્વાભાવિકપણે કાર્ય થતું નથી. તેવી જ રીતે “પરભવસંબંધી શરીર-ઈન્દ્રિયો આદિ રૂપ કાર્ય કરવામાં કર્તા એવા આત્માને કોઈને કોઈ “કરણ” ની અવશ્ય અપેક્ષા રહે છે.” આવું જે કોઈ કરણ કારક હોય છે તે કરણ, કારક આ લોકમાં કર્તા અને કાર્યથી ભિન્ન દેખાય છે. જેમ કુલાલ અને ઘટથી ભિન્ન એવું દંડ-ચક્રાદિ કરણ છે. વણકર અને પટથી ભિન્ન એવું તુરી-વેમાદિ કરણ છે તેમ અહીં પારભાવિક શરીર અને કર્તા એવા આત્માથી ભિન્ન એવું “કર્મ” નામનું કારણ છે. આમ હે સુધર્મ ! તમે સ્વીકારો. હંમેશાં કરણ એ સાધન છે, નિમિત્ત છે. તે સદા