________________
૩૫૬
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
કર્તા-કર્મથી કથંચિત્ ભિન્ન હોય છે. સુથાર લાકડું છેદે છે પણ કરણ એવા કુહાડા વિના સ્વાભાવિકપણે લાકડું છેદાતું નથી. સોની સોનાના અનેક અલંકારો બનાવે છે પરંતુ અલંકાર બનાવવાનાં સાધનો (ઓજારો) વિના સ્વાભાવિકપણે અલંકારો બનતા નથી. તેમ અહીં કર્તા આત્મા છે. કાર્ય પારભવિક શરીરાદિ છે. તેમાં કરણકારક એવું કર્મ માન્યા વિના સ્વાભાવિકપણે આ શરીરાદિની રચના થશે નહીં.
પ્રશ્ન - ઘટ-પટ આદિ કાર્યોમાં કુલાલ-વણકર આદિ કર્તા અને દંડચક્રાદિ-તુરીવેમાદિ કરણ પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે લાકડાના છેદમાં સુથાર કર્તા અને કુહાડો કરણ, અલંકારોમાં સોની કર્તા અને ઓજારો કરણ ઈત્યાદિ પ્રત્યક્ષ દેખાય છે. તેમાં કર્તા પણ દેખાય છે અને કરણ પણ દેખાય જ છે. તેથી જે પ્રત્યક્ષ દેખાય તેનો અપલાપ કેમ કરી શકાય ? અર્થાત્ અપલાપ ન કરી શકાય માટે ત્યાં કર્તા-કરણ અને કાર્ય ત્રણે ભલે હો. પરંતુ પારભવિક શરીરની જે રચના થાય છે ત્યાં કર્તા આત્મા અને કરણ એવું કર્મ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતું નથી. માટે જેમ કર્તા અને કર્મ વિના વાદળો બને છે અને ઘનીભૂત તથા વિરલીભૂત વગેરે વિકારો પણ કર્મ વિના તે વાદળોમાં સ્વાભાવિક રીતે જ થાય છે તેમ પારભવિક શરીરોની રચના પણ કર્તા આત્મા અને કરણ કર્મ વિના જ બનતી હોય આમ માનીએ તો શું દોષ ? તેથી કર્મ છે જ આમ માનવાની આવશ્યકતા રહેતી નથી.
ઉત્તર - આ પ્રશ્ન અયુક્ત છે. વાદળોની રચના પ્રતિનિયત આકારવાળી હોતી નથી, પારભવિકશરીરની રચના આદિવાળી અને પ્રતિનિયત આકારવાળી હોય છે. અર્થાત્ અમુક પ્રકારના ચોક્કસ આકારવાળી હોય છે. તેથી તે સ્વાભાવિક નથી પણ કર્તા અને કરણની અપેક્ષાવાળી છે. જેમ કોઈ સુંદર હવેલી બાંધેલી હોય અથવા વ્યવસ્થિત મકાન બાંધેલું હોય તો તે આદિવાળું અને પ્રતિનિયત (અમુક ચોક્કસ પ્રકારના) આકારવાળું છે. તેથી તે હવેલી અને મકાનનો કોઈક કર્યા છે. તથા તેમાં વપરાયેલાં સાધનો એ કરણ છે પરંતુ તે હવેલી તથા મકાન ધરતીકંપ અથવા મહાવાયુના તોફાનાદિથી જ્યારે પડે છે ત્યારે થયેલા ભંગારનો કોઈ પ્રતિનિયત આકાર નથી તેથી તે કર્તા અને કરણ વિના સ્વાભાવિકપણે બને છે. આ રીતે વિચારતાં જે જે કાર્ય આદિવાળું અને અમુક પ્રકારના ચોક્કસ પ્રતિનિયત આકારવાળું હોય છે તે તે કાર્ય સ્વાભાવિકપણે હોતું નથી પણ કર્તાકરણની અપેક્ષાએ જ થાય છે. પારભવિકશરીરની રચના પણ આદિવાળી અને પ્રતિનિયત આકારવાળી જ છે. માટે કર્તા આત્મા અને કરણ એવા કર્મની અપેક્ષાએ જ થાય છે. તેથી કર્મ છે એમ સિદ્ધ થાય છે.
વળી હે સુધર્મ ! તમે ‘ભારણાનુરૂપ ાર્યક્’’ માનો છો. કારણને અનુરૂપ જ કાર્ય