________________
૨૬૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અન્યની અપેક્ષાએ હોય, પરંતુ તેના વિના શેષ ધર્મો જેમકે પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શાદિ, જીવદ્રવ્યમાં ચૈતન્ય, સુખ, વીર્યાદિ જે જે સહજ ગુણો છે, વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ છે તે ધર્મો અન્યની અપેક્ષાએ નથી. પરંતુ વસ્તુના સ્વરૂપાત્મકપણે સ્વયં સત્ છે.
વળી ત્રણે આંગળીને સાથે ન રાખીએ અને એક-એક આંગળીને જ દૃષ્ટિમાં રાખીએ ત્યારે આજુબાજુ બીજી આંગળીઓ ન હોવાથી અન્યની અપેક્ષાએ જ જણાતા હ્રસ્વત્ય અને દીર્ઘત્યાદિ આપેક્ષિક ધર્મો ભલે ન દેખાય તો પણ આ એક આંગળી છે, તે ઘઉંવર્ણી છે, ગૌરવર્ણવાળી છે ઈત્યાદિ તો જણાય જ છે. તે માટે વસ્તુની સત્તામાત્રને જણાવનારા અને તેના સ્વાભાવિક ધર્મોને જણાવનારાં વિજ્ઞાનો તથા તેવા તેવા વ્યવહારો અન્ય અંગુલી આદિની અપેક્ષા વિના પણ સ્વયં થાય જ છે. વસ્તુમાં ધર્મો બે જાતના હોય છે. એક આપેક્ષિક ધર્મો અને બીજા સ્વાભાવિક ધર્મો. તે બન્નેમાં જે આપેક્ષિક ધર્મો છે તે ભલે અન્યની અપેક્ષાએ જણાતા હોય, પણ જે સ્વાભાવિક ધર્મો છે અન્યની અપેક્ષા વિના સહજપણે જ જણાતા હોય છે. તે માટે વસ્તુની સત્તા અને વસ્તુના સ્વાભાવિક ધર્મો સ્વયં સહજ જ છે. અન્યની અપેક્ષાએ તે ધર્મોનું અસ્તિત્વ નથી. તથા આપેક્ષિકધર્મો પણ વસ્તુમાં સ્વાભાવિકપણે જ સત્ છે. ફક્ત તે ધર્મોની અભિવ્યક્તિ પ૨ની અપેક્ષાએ છે.
આ રીતે સર્વે પણ પદાર્થોની સત્તા અને સ્વાભાવિક એવા ગુણધર્મોની સત્તા જો સહજ છે, સ્વાભાવિક છે. અન્યની અપેક્ષા વિનાની છે. સર્વથા સાચી જ છે તો પછી જગતની અંદર સર્વથા શૂન્યતા જ છે. આ કેમ ઘટી શકે ? તમે જ વિચારજો. ૧૭૧૪॥
પદાર્થોની સત્તા અને પદાર્થોના સ્વાભાવિક ધર્મો અન્યની અપેક્ષા વિના સહજ જ
છે. તે કેવી રીતે છે ? આ સમજાવતાં એક સુંદર યુક્તિ જણાવે છે.
इहरा हस्साभावे, सव्वविणासो हवेज्ज दीहस्स ।
न य सो, तम्हा सत्तादयोऽणवेक्खा घडाईणं ॥१७१५ ॥
(इतरथा ह्रस्वाभावे सर्वविनाशो भवेद् दीर्घस्य ।
न च स, तस्मात् सत्तादयोऽनपेक्षा घटादीनाम् । )
ગાથાર્થ - જો આમ ન સમજીએ તો હૃસ્વવસ્તુનો સર્વથા નાશ થયે છતે દીર્ધનો પણ સર્વથા નાશ થવો જોઈએ. પણ તે દીર્ઘનો નાશ થતો નથી. તેથી ઘટ-પટ આદિ
પદાર્થોની સત્તા અન્યથી સર્વથા નિરપેક્ષ જ હોય છે. અર્થાત્ સ્વતઃ જ હોય છે. ।।૧૭૧૫