________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
...459
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૫૯
દુર્ગધ ૪૦૦/૫૦૦ યોજન સુધી ઉંચી જાય છે. આ અશુભ દુર્ગધને દેવો સહી શકતા નથી. તેથી દેવો આ લોકમાં આવતા નથી. જેમકે પોતાના જ ત્યજાયેલા ફ્લેવરમાં (મડદામાં) આ જીવને ફરીથી પ્રવેશ કરવો ગમતો નથી. તેમ દેવો આ લોકમાં આવતા નથી. ll૧૮૭પી
તો શું દેવો સર્વથા મનુષ્યલોકમાં નથી આવતા? ના, એમ નહીં. એટલે કયા કયા કારણોથી દેવો મનુષ્યલોકમાં આવે છે તે હવે સમજાવે છે -
नवरि जिणजम्म-दिक्खा-केवल-निव्वाणमहनिओगेणं । भत्तीए सोम्म ! संसयविच्छेयत्थं व एजहण्हा ॥१८७६ ॥ पुव्वाणुरागओ वा समयनिबंधा तवोगुणाओ वा । नरगणपीडाऽणुग्गह-कंदप्पाईहिं वा केइ ॥१८७७॥ (નવરં નિનામ-રીક્ષા-વત્ત-નિર્વાધમનિયોગેન ! भक्त्या सौम्य ! संशयविच्छेदार्थं वैयुरिहाराय ॥ पूर्वानुरागतो वा समयनिबन्धात्, तपोगुणाद् वा । नरगणपीडाऽनुग्रह-कन्दर्पादिभिर्वा केचित् ॥)
ગાથાર્થ - પરંતુ જિનેશ્વર પરમાત્માના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ કરવાના કારણે પોતાની ભક્તિથી (અથવા અન્યની પ્રેરણાથી) અથવા પોતાનો સંશય દૂર કરવા માટે હે સૌમ્ય ! દેવો જલ્દી જલ્દી મનુષ્યલોકમાં આવે છે. /૧૮૭૬ll
અથવા કોઈ કોઈ દેવો પૂર્વભવના અનુરાગથી, કરેલા સંકેતના કારણે, અથવા તપગુણના પ્રભાવથી અથવા મનુષ્યોને પીડા તથા અનુગ્રહ કરવા માટે અથવા કંદર્યાદિ કામચેષ્ટા નિમિત્તે આ લોકમાં આવે છે. ||૧૮૭૭ll
વિવેચન - દેવો સ્વચ્છંદચારી હોવા છતાં પણ આ મનુષ્યલોકની ભૂમિ ઉપર કેમ આવતા નથી ? તે ઉપરની ગાથામાં સમજાવ્યું છે. હવે દેવો આ ભૂમિ ઉપર કયા કયા કારણોથી આવે છે તે સમજાવે છે -
(૧) જિનેશ્વર પરમાત્માના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના મહામહોત્સવના કારણે દેવો મૃત્યુલોકમાં આવે છે. તે કલ્યાણકના મહોત્સવ પ્રસંગે હે મૌર્યપંડિત ! ઈન્દ્રાદિ કેટલાક દેવો પોતાની ભક્તિથી આવે છે. બીજા કેટલાક દેવો સ્ત્રીની (દેવાંગનાની) પ્રેરણાથી, કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક પોતાનો કુલાચાર સમજીને અને કેટલાક દેવો કૌતુક જોવાની ઉત્સુકતાથી આ ભૂમિ ઉપર આવે છે.