________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
૪૬૦
(BUTTER - DT. 16-3-2009)
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ
(૨) કેટલાક દેવો કલ્યાણકના પ્રસંગો વિના પોતાને કોઈ કોઈ બાબતમાં સંશય થયા હોય તો તે સંશય દૂર કરવા માટે જ્યાં જ્ઞાની મહાત્મા પુરુષો વિચરતા હોય ત્યાં આવે છે અને સંશય દૂર કરે છે.
(૩) પૂર્વભવના સ્ત્રી-મિત્ર-પુત્ર આદિ સાંસારિક સંબંધોનો અનુરાગ તીવ્ર હોય તો તેવા અનુરાગથી પણ આ લોકમાં આવે છે.
(૪) કોઈ દેવે કોઈને પ્રતિબોધાદિ કરવાનો ભૂતકાલમાં સંકેત કર્યો હોય તો તે કરેલા સંકેતના નિશ્ચયને કારણે તે તે કાર્ય કરવા માટે દેવો મૃત્યુલોકમાં આવે છે.
...460
(૫) મહા સત્ત્વશાળી સાધુ-સંતોના વિશિષ્ટ તપગુણથી આકર્ષાયેલા કેટલાક દેવો તપસ્વીના તપ-પ્રભાવથી અહીં આવે છે.
(૬) પૂર્વભવના વૈરી જીવોને પીડા આપવા માટે પણ અહીં આવે છે. (૭) કોઈ કોઈ દેવો કુતૂહલવશ, કામચેષ્ટાદિ માટે પણ અહીં આવે છે.
||૧૮૭૬-૧૮૭૭॥
(૯) પ્લાĚિ પદમાં લખેલા આદિ શબ્દથી સાધુ-સંતો અને મહાત્મા પુરુષોની પરીક્ષા કરવાના નિમિત્તે પણ મૃત્યુલોકમાં દેવો આવે છે. આ રીતે આ ત્રણે ગાથાઓમાં દેવોનું મૃત્યુલોકમાં આગમન થવાનું અને આગમન નહીં થવાનું કારણ જણાવ્યું.
-
“આ સંસારમાં દેવો છે” તેની સિદ્ધિનું બીજું પણ કારણ કહે છે जाइस्सरकहणाओ, कासइ पच्चक्खदंसणाओ य । विज्जामंतोवायणसिद्धिओ गहवियाराओ ॥१८७८ ॥
उक्किट्ठपुण्णसंचयफलभावाओऽभिहाणसिद्धिओ । सव्वागमसिद्धि य, संति देवत्ति सद्धेयं ॥१८७९ ॥ ( जातिस्मरणकथनात्, कस्यचित् प्रत्यक्षदर्शनाच्च । विद्यामन्त्रोपयाचनसिद्धेर्ग्रहविकारात् ॥ उत्कृष्टपुण्यसञ्चयफलभावादभिधानसिद्धेः । सर्वागमसिद्धेश्च सन्ति देवा इति श्रद्धेयम् ॥ )
ગાથાર્થ - જાતિસ્મરણવાળા પુરુષ વડે કહેવાથી, કોઈ કોઈ મહાત્માને પ્રત્યક્ષ દર્શન
થતાં હોવાથી, વિદ્યા અને મંત્રની ઉપયાચના દ્વારા કાર્યસિદ્ધિથી, ગ્રહોના (ભૂતોના)