________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૦૧
- શરીર-ઈન્દ્રિયો વગેરેનું કોઈક કારણ છે. કારણ કે શરીર અને ઈન્દ્રિયાદિ કાર્ય છે માટે, જેમ માટી-દંડ-ચક્ર અને ચીવર (વસ્ત્ર) આદિ સકલ સામગ્રીથી યુક્ત એવો કુંભકાર ઘટનો કર્તરૂપે કારણ છે તેમ શરીર અને ઈન્દ્રિયો વગેરે કાર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તેના કારણરૂપે કર્મ જેવું કોઈક તત્ત્વ અવશ્ય છે. (આ દેહાદિ કાર્યથી કારણરૂપે કર્મની સિદ્ધિ થઈ.)
પ્રશ્ન - શરીર અને ઈન્દ્રિયાદિ કાર્યોનું જે કારણ તે કર્મ છે આમ કહો છો, પરંતુ શરીર અને ઈન્દ્રિયાદિ કાર્યો જે બને છે તેનું કારણ માતા-પિતા જ માની લઈએ તો ચાલે. કર્મને માનવાની શી જરૂર ? માતાના અને પિતાના શરીરાંશમાંથી જ આ જીવ પોતાનું શરીર અને ઈન્દ્રિયો બનાવે છે. આમ જ કહીએ તો શું દોષ ? પ્રત્યક્ષ દેખાતા કારણને જ કારણ માનવું જોઈએ. અદૃષ્ટને કારણ માનવાની શી જરૂર ?
ઉત્તર - ર વક્તવ્યમ્ = આમ કહેવું તે ઉચિત નથી. કારણ કે જો દેખકારણને જ (માતા-પિતાદિને જ) કારણ માનીએ તો એક જ માતા-પિતાની કુખે જન્મેલા બાળકોમાં સુરૂપતા અને કુરૂપતા, સરોગિતા અને નિરોગિતા, બુદ્ધિવંતતા અને અલ્પબુદ્ધિવંતતા, અલ્પાયુષ્કતા અને દીર્ધાયુષ્કતા ઈત્યાદિ રૂપે જે વિચિત્રતા દેખાય છે તે વિચિત્રતા અષ્ટ કારણસ્વરૂપે રહેલા કર્મને માન્યા વિના કેવલ એકલા દૃષ્ટકારણમાત્રથી જ ન સંભવે. આ કારણથી માતા-પિતા આદિ જે બાહ્ય-દેષ્ટકારણ છે તે નિમિત્તકારણ છે અને કર્મ એ અદૃષ્ટ એવું અભ્યત્તરનિમિત્તકારણ છે અને તે જ પ્રધાનકારણ છે. આ કર્મ નામનું કારણ પુણ્ય અને પાપના ભેદે બે પ્રકારનું છે. ઉત્તમ દેહાદિનું કારણ પુણ્યકર્મ છે. શ્રેષ્ઠ દેહ પ્રાપ્ત થવો એ પુણ્યકર્મનું કાર્ય છે અને તુચ્છ તથા કનિષ્ઠ દેહાદિની પ્રાપ્તિ થવામાં પાપકર્મ કારણ છે. હલકો દેહ મળવો તે પાપકર્મનું કાર્ય છે. આ રીતે દેહાદિનું અદૃષ્ટકારણ પુણ્ય-પાપ નામનું કર્મ છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે -
इह दृष्टहेत्वसम्भविकार्यविशेषात् कुलालयत्न इव । हेत्वन्तरमनुमेयं, तत् कर्म शुभाशुभं कर्तुः ॥
જેમ ઘટ બનાવવામાં માટી-દંડ-ચક્ર અને ચીવર વગેરે દૃષ્ટ વસ્તુઓ સ્વરૂપ કારણ હોવા છતાં જ્યાં સુધી કુલાલનો પ્રયત્ન અંદર ભળતો નથી ત્યાં સુધી ઘટ બનતો નથી. તુરી-વેમાદિ કારણો મળવા છતાં પણ જ્યાં સુધી વણકરનો પ્રયત્ન અંદર ભળતો નથી ત્યાં સુધી વસ્ત્ર બનતું નથી. તેવી જ રીતે દષ્ટકારણો જે માત-પિતાદિ છે તેનાથી અસંભવિત એવી સુરૂપતા અને કુરૂપતા આદિ જે કાર્યવિશેષ થાય છે તેમાં ન દેખાતું એવું કોઈક