________________
૫૦૦
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
કારણથી અને કાર્યથી અનુમાન કરવા યોગ્ય છે. એટલે કે બન્ને અનુમાનોથી “કર્મ”ની જ સિદ્ધિ થાય છે. તે અનુમાન આ પ્રમાણે છે.
જીવ અને કર્મનો પુણ્ય અને પાપ નામનો આ પરિણામ કારણ દ્વારા અને કાર્ય દ્વારા અનુમાન કરવા યોગ્ય છે. તે બન્ને અનુમાનો આ પ્રમાણે છે
कार्यभूतं कर्म अस्त्येव, दानादीनां हिंसादीनां च क्रियाणां कारणत्वात् यथा कृष्यादिक्रियाणां शालियवगोधूमादिफलम् ।
જેમ ખેતી-વેપાર અને રાંધવા આદિની ક્રિયાઓ એ કારણ છે તો તેના ફલસ્વરૂપે અર્થાત્ કાર્યસ્વરૂપે શાલિ-જવ અને ઘઉં વગેરે અનાજની પ્રાપ્તિ થવી, ધનની પ્રાપ્તિ થવી, આહારની પ્રાપ્તિ થવી વગેરે કાર્યો થાય છે. તેવી જ રીતે દાનાદિ શુભક્રિયાઓ અને હિંસા આદિ અશુભ ક્રિયાઓ એ ક્રિયાઓ કારણ છે. તેથી તેના ફલસ્વરૂપે શુભ અને અશુભ કર્મબંધ થવા રૂપ ફળ અવશ્ય છે જ. માટે દાનાદિ અને હિંસાદિ ક્રિયાના કાર્યસ્વરૂપે પુણ્ય અને પાપ નામનું કર્મ અવશ્ય છે જ. (આ કારણથી કાર્યની સિદ્ધિ થઈ).
શાસ્ત્રમાં કહ્યું છે કે -
समासु तुल्यं विषमासु तुल्यं सतीष्वसच्चाप्यसतीषु सच्च ।
फलं क्रियास्वित्यथ यन्निमित्तं, तद् देहिनां सोऽस्ति न कोऽपि धर्मः ॥१ ॥
नु
समासु क्रियासु तुल्यम् = ઘણીવાર ખેતી-વેપાર આદિ સમાન ક્રિયા કરનારાઓને તુલ્ય ફળ મળે છે. સરખો પાક અને સરખી કમાણી થાય છે. વિષમાસુ યિામુ તુત્યમ્ = ઘણીવાર વિષમ ક્રિયા કરવા છતાં એટલે કે અસમાન ક્રિયા કરવા છતાં પણ તુલ્યફળની પ્રાપ્તિ થાય છે. સમાન પાક અને સમાન ધનપ્રાપ્તિ વગેરે થાય છે. સતીષુ યિામુ અસત્ ન = ઘણીવાર ખેતી અને વેપારની ક્રિયા સરખી કરવા છતાં પાક અને ધનપ્રાપ્તિ થતી નથી. અસતીષુ યિાસુ સત્ = અને ઘણીવાર ખેતી તથા વેપારાદિની ક્રિયા ન કરવા છતાં પણ દાટેલું, બાપદાદાનું, વંશ પરંપરાનું ધન મળી પણ જાય છે. આમ વિચિત્રતા હોવાથી પ્રાણીઓને જેના નિમિત્તે આ વિચિત્રતા થાય છે તે કર્મ નામનો કોઈક પદાર્થ છે. અર્થાત્ એ નામનું કોઈક તત્ત્વ છે.
હવે કાર્યથી કારણની સિદ્ધિનું અનુમાન જણાવે છે
देहादीनां किञ्चित्कारणमस्ति देहादीनां कार्यत्वात्, यथा मृद्-दण्ड-चक्रचीवरादिसामग्रीकलितः कुलालः घटस्य कर्तारूपकारणः ।