________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૯
किरियाणं कारणओ, देहाईणं च कज्जभावाओ । कम्मं मदभिहियं ति य पडिवज तमग्गिभूइ व्व ॥१९१९॥ तं चिय देहाईणं किरियाणं पि य सुभासुभत्ताओ । पडिवज पुण्ण-पापं, सहावओ भिन्नजाईयं ॥१९२०॥ (अथ वस्तुनः स धर्मः, परिणामस्ततः स कर्म-जीवयोः । पुण्येतराभिधानः, कारणकार्यानुमेयः सः ॥ क्रियाणां कारणतो, देहादीनां च कार्यभावात् । कर्म मदभिहितमिति च, प्रतिपद्यस्व त्वमग्निभूतिरिव । तदेव देहादीनां, क्रियाणामपि च शुभाशुभत्वात् । प्रतिपद्यस्व पुण्यपापं स्वभावतो भिन्नजातीयम् ॥)
ગાથાર્થ - હવે જો તે સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે આમ જો તમે માનો તો જીવ અને કર્મનો પુણ્ય-પાપ નામનો પરિણામ જ છે આમ નક્કી થઈ જ જાય છે અને તે કર્મ નામનું તત્ત્વ કારણ-તથા કાર્યથી અનુમેય છે. દાનાદિ અને હિંસાદિ ક્રિયાઓ કારણ હોવાથી તેના કાર્ય સ્વરૂપે અને દેહાદિ એ કાર્ય હોવાથી તેના કારણ સ્વરૂપે મારું કહેલું જે કર્મ, તે કર્મને તમે અગ્નિભૂતિની જેમ સ્વીકારો. તે દેહાદિકાર્ય અને દાનાદિ ક્રિયાઓ શુભાશુભ બે પ્રકારની હોવાથી પુણ્ય-પાપ નામનું કર્મ પણ બે પ્રકારનું છે અને તે સ્વભાવથી ભિન્ન જાતિવાળું છે આમ તમે સમજો અને સ્વીકારો. //૧૯૧૮-૧૯૧૯-૧૯૨all
| વિવેચન - હવે જો તમે ત્રીજો પક્ષ સ્વીકારો તો એટલે કે આ સ્વભાવ એ સ્વતંત્ર વસ્તુ પણ નથી અને નિષ્કારણતા પણ નથી પણ કોઈક વસ્તુનો ધર્મ છે. કોઈક વસ્તુનો પરિણામ છે. આમ જો કહો તો નક્કી થયું કે તે જીવ નામની વસ્તુનો અને કાર્મણવર્ગણા નામના પુદ્ગલદ્રવ્યનો જ પરિણામ છે. અર્થાત્ સમયે સમયે જીવમાં ક્રોધ-માન-માયા અને લોભાદિ સ્વરૂપે અથવા મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગાત્મકભાવે આત્માનું જે પરિણમન થાય છે તે પરિણમન થવા સ્વરૂપ “પરિણામ” છે તે જ ભાવકર્મ છે અને કાર્મણવર્ગણાનું કર્મરૂપે રૂપાન્તર થવા સ્વરૂપ જે પરિણામ છે તે દ્રવ્યકર્મ છે. આમ જીવ અને કાશ્મણવર્ગણામાં પુદ્ગલોનું અનુક્રમે ભાવકર્મરૂપે અને દ્રવ્યકર્મરૂપે પરિણમન થવા રૂપ જીવ-કર્મનો પરિણામ જ છે. શુભ હોય તો પુણ્ય નામવાળો અને અશુભ હોય તો પાપ નામવાળો આ જીવ-પુદ્ગલનો પરિણામ માત્ર જ છે અને આ પરિણમન રૂપ કર્મ, એ