________________
૪૯૮
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
પાપ નામનું જે કર્મ છે તેને જ તમે નામાન્તર માત્રથી સ્વીકારનારા થયા. “કર્મ કહો કે સ્વભાવ કહો” તે બન્ને એક જ તત્ત્વ થયું.
હવે જો તે સ્વભાવ અમૂર્તિ છે આમ કહેશો તો તે સ્વભાવ આકાશની જેમ દેહાદિ (દેહ-ઈન્દ્રિયો-સુખ-દુઃખ વગેરે) ભાવોનો કર્તા બનશે નહીં. કારણ કે જે મૂર્તિ હોય છે તે જ કર્તા હોય છે. જેમકે ઘટ-પટ આદિ પદાર્થોનો કર્તા અનુક્રમે કુંભાર અને વણકર બને છે કે જે મૂર્તિ છે. પણ આકાશ કર્તા બનતું નથી કે જે અમૂર્તિ છે. તેમ આ સ્વભાવ પણ જો અમૂર્ત માનશો તો આકાશની જેમ તે સ્વભાવ દેહાદિ ભાવોનો કર્તા બની શકશે નહીં.
વળી તમે સ્વભાવ નામનું જે કારણ માનો છો તે મૂર્તિ જ માનવું યોગ્ય છે. અમૂર્ત માનવું યોગ્ય નથી. કારણ કે તેનું કાર્ય મૂર્તિ છે. માટે તે સ્વભાવ મૂર્ત જ હોવો જોઈએ. અમે દેહ-ઈન્દ્રિયો-સુખ-દુઃખાદિનું કારણ જે કર્મ કહીએ છીએ તે મૂર્તિ છે. કારણ કે તેના કાર્યભૂત દેહાદિ પણ મૂર્તિ છે. તેવી જ રીતે તમે સ્વભાવને કારણે માનો છો તે સ્વભાવથી જે દેહાદિ કાર્યો થાય છે તે સર્વે કાર્યો મૂર્તિ છે. તેથી સ્વભાવ પણ મૂર્ત જ માનવો પડશે અને મૂર્તિ માનો એટલે કર્મનું બીજું નામ જ થયું. પરમાર્થથી તો તે કર્મ જ થયું.
આ રીતે સ્વભાવને મૂર્તિ માનો તો તે નામાન્તરથી કર્મ જ સ્વીકાર્યું અને જો અમૂર્ત માનો તો આકાશની જેમ તે સ્વભાવ દેહાદિનો અકર્તા થશે. આવી તમને આપત્તિ આવશે.
હવે જો “નિષ્કારણતા” નામનો બીજો પક્ષ સ્વીકારો તો નિષ્કારણતા એટલે કે કોઈપણ કારણનું ન હોવું, સર્વથા કરણાભાવ અર્થાત્ જે સર્વથા “અસત્” છે. તેને તમે જો સ્વભાવ કહો અને આવી નિષ્કારણતાથી એટલે કે કારણાભાવમાત્રથી જો દેહાદિ થતાં હોય તો શશશૃંગ અને ખરશ્ચંગ આદિ જે પદાર્થો આ જગતમાં નથી. સર્વથા અસત્ છે. તેનાથી પણ દેહાદિ ભાવો થવા જોઈએ. જેમ નિષ્કારણતા એ કોઈ વસ્તુસ્વરૂપ નથી છતાં તેનાથી જો દેહાદિ થતા હોય તો તેની જેમ ખરઝંગ કે શશશ્ચંગ પણ કોઈ વસ્તુસ્વરૂપ નથી. તેનાથી પણ દેહાદિ ભાવો થાઓ આવા પ્રકારની “અસત્માંથી વસ્તુ ઉત્પન્ન થવાની” તમને આપત્તિ આવશે. “સ્વભાવ” એ શું કોઈ વસ્તુ છે ? એટલે કે શું ઘટપટ જેવી કોઈ વસ્તુ છે ? કે નિષ્કારણતા છે? કે વસ્તુનો ધર્મ છે ? આવા ત્રણ પક્ષો પૂર્વે જે કહેલા તેમાંથી બે પક્ષ પૂરા કરીને હવે પછીની ગાથામાં ત્રીજો પક્ષ કહીને તેનું ખંડન કરે છે. I/૧૯૧૬-૧૯૧૭lી.
अह वत्थुणो स धम्मो, परिणामो तो स कम्म-जीवाणं । पुन्नेयराभिहाणो, कारणकजाणुमेओ सो ॥१९१८॥